વલસાડમાં અખિલ ભારતીય માંગ દિવસનું આયોજન કરાયું
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહ્વાન પર સમગ્ર ભારત સાથે સાથે વેસ્ટર્ન રેલવે ઍમ્પ્લોઇઝ યુનિયન (ષ્ય્ચ્શ્), મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી કોમ્રેડ પ્રશાંત કાનડેના માર્ગદર્શન હેઠળ વલસાડ બ્રાન્ચ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર અખિલ ભારતીય માંગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રેલવે કર્મચારીઓની મહત્વપૂર્ણ તથા ન્યાયસંગત માંગોને ભારત સરકાર અને રેલવે પ્રશાસન સમક્ષ દ્રઢતાપૂર્વક રજૂ કરવામાં આવી. યુનિયન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જો આ માંગોને વહેલી તકે સ્વીકારી અમલમાં મૂકવામાં નહીં આવે તો કર્મચારીઓના આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
વલસાડ રેલવે સ્ટેશન પર યોજાયેલી ગેટ મિટિંગમાં ડિવિઝન ઓફિસ બેરર સ્મિતા પટેલ, વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસેન બેલીમ, ચેરમેન રોબિનસન જેમ્સ, શિવન કોનાર સહિત યુનિયનના અન્ય પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર રહ્ના હતાં.
તમામ પેટ્રોલિંગ સ્ટાફને સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે, કેડર રીસ્ટ્રક્ચરિંગના આદેશો વહેલી તકે જાહેર કરવામાં આવે, કમ્યુટેડ પેન્શનની વસૂલાત ૧૫ના બદલે ૧૨ વર્ષમાં પૂર્ણ કરવામાં આવે. શ્ભ્લ્માં બ્ભ્લ્ સમકક્ષ તમામ સુવિધાઓ આપવામાં આવે. આઠમા કેન્દ્રિય પગાર પંચનો સમયસર અમલ કરવામાં આવે., કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓઍ માંગ કરી છે.
