વલસાડના ફોટોગ્રાફરના સુરત, અમદાવાદ અને મુંબઈમાં પ્રદર્શન યોજાશે
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ પ્રખ્યાત ફોટોગ્રાફર અજિત પારેખનો ચોથો ફોટો-શો ‘અનસીન સીન-૨’ ના નામાભિધાન સુરચ મુકામે ‘રોટરી આર્ટ ગેલેરીમાં તા.૪થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમય ૩થી ૭ અમદાવાદ મુકામે ‘હડીસિંઘ આર્ટ સેન્ટર’માં તા. ૧૮થી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમય ૬થી ૮ તથા મુંબઇ મુકામે જહાંગીર આર્ટ ગેલેરીમાં તા.૪થી ૧૦ માર્ચ, ૨૦૨૬ સમય ૧૧થી ૭ દરમ્યાન યોજાશે. આ અગાઉના ઍમના ફોટો-શો ‘ઍક્ષ્પ્લોર હિમાલય (૨૦૧૯), ઍક્ષ્પેકટ અનસીન સીન (૧) (૨૦૨૦ તથા ઍક્ષ્પ્રેસ ઈમોસન્શ (૨૦૨૧) ને કલાવિવેચકો તેમજ ભાવકોની સમાન પ્રસંશા પ્રા થઈ હતી.
ઍમના ફોટોગ્રાફસ અગ્રણી કંપનીઅો તથા સંસ્થાઅોના કેલેન્ડર્સ અને ગ્રીટીંગ્સ કાર્ડમાં પ્રગટ થયા છે. તો વળી ઘણા ફોટાઅો કંઈ કેટલી ચોપડીઅો/ મેગેઝીનોમાં સમાવેશ પામ્યા છે. સર્વે કલા રસિકોઍ આ નોîધપાત્ર ફોટો-શોનો લ્હાવો લેવા જેવો છે. આ વખતના ફોટો-શોમાં ગુજરાતથી માંડીને પડ્ઢિમ બંગાળના પસંદગીના દરિયા કિનારાના નયન રમ્ય દૃશ્યો રજુ કરવામાં આવશે જે કલારસિકોને પ્રસન્ન કરશે.
