પારડીમાં સાફ-સફાઈ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ ભારત સરકારના આવાસ અને શહેરી કાર્યમંત્રાલયના પત્રથી ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી અન્વયે સ્વચ્છ આદત સે સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટીક ફ્રી ઇવેન્ટ, વોકલ ફોર લોકલ તેમજ સાફ સફાઈ વિગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પારડી ચાર રસ્તા બ્રીજ નીચે અશ્વમેઘ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ શહેરોમાં સ્ત્લ્ત્ગ્ન્ચ્ ઘ્ન્ચ્ખ્ફન્ત્ફચ્લ્લ્ દેખાય તે મુજબ સઘન સ્વચ્છતાની કામગીરી, કચરાના વર્ગીકરણ વિશે સમજણ આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર આરોગ્ય ચેરમેન, સેનેટરી ઈન્સ્પેકટર અને તેમની ટીમ હાજર રહ્ના હતાં.
