Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પલસાણામાં રામેશ્વર મહાદેવ મંદિરે ગંગાજીના મેળાની તૈયારીઅો શરુ

પલસાણામાં રામેશ્વર મહાદેવ મંદિરે ગંગાજીના મેળાની તૈયારીઅો શરુ


પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં આગામી ૧૫મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિશાળ મેળાનો આયોજન કરવામાં આવ્યું છે.

 મેળાની તૈયારીઓ હમણાંથી જ શરૂ થઈ ગઈ છે અને ચગડોળ સાથે વેપારીઓનું આગમન શરૂ થયું છે. સ્થાનિક લોકોમાં મહાશિવરાત્રીના ગંગાજી પવિત્ર તીર્થ તરીકે જાણીતા મેળાને લઈને મોટો ઉત્સાહ છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ વર્ષે મેળામાં ઉમટી પડશે. પલસાણાના ગંગાજીના પ્રાચીન મેળાની વાત કરીઍ તો આ પ્રાચીન મેળો અને ગંગાજી તીર્થ ભગવાન રામ સાથેની પ્રાચીન કથા સાથે સંકળાયેલું છે. જ્યારે શ્રીરામ વનવાસ માટે નીકળ્યા હતાં ત્યારે માતા-સીતા ભગવાન લક્ષ્મણ સાથે ગંગાજીના તીર્થ સ્થળ પર આવ્યા હતાં. જ્યાં માતા-પિતાને પીવાના પાણીની તરસ લાગતા તેઓઍ પોતાના તીરથી ગંગાજીને પ્રગટ કરી હતી અને માતા-પિતાઍ પાણી પીને પોતાની તરસ છુપાવી હતી. આમ આ સ્થળ ભગવાન શ્રીરામની પવિત્ર કથા સાથે સંકળાયેલું છે. ત્યારથી આ પ્રાચીન સ્થળને ગંગાજીના તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે અને પ્રાચીન સમયથી લોકો અહીં વિશાળ સંખ્યામાં આવી રામેશ્વર મહાદેવના દર્શન કરે છે. 

રામેશ્વર મહાદેવની સ્થાપના પ્રાચીન સમયમાં થઈ હતી. સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ સાથે માતા પાર્વતી બિરાજમાન છે. વિશાળ સંખ્યામાં ભક્તો દરરોજ શિવલિંગના દર્શન કરવા માટે આવતા હોય છે મેળામાં ભક્તોની સંખ્યા વધી જાય છે. લાખોમાં થઈ જાય છે. હાલના તબક્કે મેળામાં અનેરો ઉત્સાહ પ્રસરી ગયો છે. વેપારીઓનું આગમન શરૂ થઈ ગયું છે ચકડોળવાળાથી માંડીને દરેક વેપારીઓ મેળામાં આવવા માંડ્યા છે. પોતાના ચીજ વસ્તુઓ સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈઍ જણાવ્યું કે મેળા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેઓઍ ભક્તોને મેળાનો લાભ લેવા જણાવ્યો હતો અને ભગવાન ભોળાનાથની ભક્તિ સાથે મેળામાં જોડાવા માટે અપીલ કરી હતી. આમ પલસાણાના ગંગાજીના મેળા માટે અનેરો ઉત્સાહ સ્થાનિક જનતામાં જોવા મળી રહ્ના છે. 

હજી મેળાના ગણતરીના દિવસ બાકી રહ્ના છે. ત્યારે વિશાળ સંખ્યામાં લોકો મેળાને નિહાળવા માટે આવી રહ્ના છે. ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવી રહ્ના છે. ખાસ બાબત તો આ છે કે રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં તર્પણ વિધિ કરવામાં આવે છે. પોતાના વડીલોની અર્પણ વિધિ સ્થાનિક લોકો સાથે તમામ વિસ્તારના લોકો આવીને અહીં કરતા હોય છે અને વિધિ વિધાનથી તર્પણ વિધિ કરે છે. 

જે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે હજી પણ વિશાળ વડના ઝાડ નીચેથી ગંગાજી ના પાણીનું ઝરણું નીકળે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી નીકળે છે જે કુંડમાં પડે છે ઍના દર્શન કરવા માટે ભક્તો જાય છે અને ધન્યતા અનુભવે છે.