છીત્રા પારડીમાં અંબામાતા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભકિતભાવથી ઉજવણી થઈ
- byDamanganga Times
- 04 February, 2026
પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના નાનાવાઘછીપા ગામમાં આવેલ છીત્રા પારડી વિસ્તારમાં પ્રાચીન અંબા માતાના મંદિરમાં ખાસ કરીને શક્તિપીઠ અંબાજીથી અંબા માતાની મૂર્તિ મંગાવી આદર્શ યુવક મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વિશાળ સંખ્યામાં ગામના ભક્ત ભાઈ-બહેનો ભેગા થઈ બળદગાડીમાં વાજતે ગાજતે અંબા માતાની મૂર્તિ હનુમાનજીની મૂર્તિ અને શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતીઽ માતાજીની પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સવ ગામજનો ઉજવતા સમગ્ર ગામમાં આનંદ છવાઈ ગયો છે.
