Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સુખેશની અમરજયોત આશ્રમશાળાની બાળાઅોને ભોજન કરાવ્યું

સુખેશની અમરજયોત આશ્રમશાળાની બાળાઅોને ભોજન કરાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ તા. ૦૩/૦૨/૨૦૨૬ના રોજ  ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે પારડી તાલુકાના સુખેશ ગામમાં રામપોર ખાતે આવેલ અમર જ્યોત આશ્રમશાળાની બાળાઓને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી પારડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. પારડીના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત અમારે જ્યોત આશ્રમ શાળાની જન્મદિવસની શુભકામનાઓના ગીત સાથે કરી હતી. ખૂબ જ સુંદર જન્મદિવસનું ગીત રજૂ હતું અને અભિનંદન ગીત પણ બાળાઓઍ ગાયું હતું. બાદમાં પારડી શહેર ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી જૂબિનભાઈ દેસાઈ, અશોકભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ મુન્નાભાઈ દેસાઈ, અજીતભાઈ ભંડારી, કાર્યકર્તા મુકેશભાઈ ભગત સાથે નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા, કોર્પોરેટર જીગ્નેશભાઈ માંગેલા, જીગ્નેશભાઈ પટેલ, અનિતાબેન રાય, ભૂમિબેન પ્રિયાંશભાઈ પારેખ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓઍ નાની બાળકીઓને સરસ મજાનો ભોજન કરાવ્યો હતો. ભોજન કરીને બહાર આવ ખૂબ આનંદિત થઈ ગઈ હતી અને ભવ્યતમ પ્રેરણાત્મક જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા કરવામાં આવી હતી.