વાંસદામાં ઍસઆઈઆર અંગેનું મુસ્લિમ સમાજનું આવેદન પ્રાંતે ન સ્વીકારતાં આક્રોશ
- byDamanganga Times
- 03 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૦૨ ઃ ગુજરાતમાં હાલમાં ચાલી રહેલ ઍસ.આર.આઈ. ની કામગીરીને લઈ વાંસદા મુસ્લિમ સમાજ દ્વારા તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વાંસદા પ્રાંત અધિકારીને પોતાની સમસ્યા અંગે આવેદનપત્ર આપી રજુઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, પ્રાંત અધિકારી દ્વારા આવેદનપત્ર ન સ્વીકારાતા આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. અને વિલામોઢે પાછા ફરવું પડ્યું હતું.
વાંસદા તાલુકામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોના જણાવ્યા અનુસાર કોઈપણ સ્પષ્ટ કારણ જણાવ્યા વગર જ તેમના નામ મતદાર સૂચિમાંથી રદ કરવામાં આવી રહ્નાં છે, જેને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા થઈ વાંસદા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરવા માંગતા હતા. જેમાં વાંસદા જૂના ડેપો પાસેથી રેલી કાઢી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આશરે બે કલાક સુધી બેસી રહ્ના છતાં પ્રાંત અધિકારીઍ મુલાકાત માટે સમય ન આપતા લોકોઍ વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. આ દરમ્યાન પ્રાંત કચેરી ખાતે માહોલ ગરમાતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આવેદનપત્રમાં રજુઆત હતી કે સર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પ્રથમ ઍન્યુમરેશન ફોર્મ પરત ભરવાની કામગીરીમાં જે મતદારોના ચુટણી પંચ દ્વારા જરૂરી પુરાવા માંગવામાં આવેલ ઍ પુરાવા સાથે મતદારોઍ ઍન્યુમરેશન ફોર્મ પરત કર્યા ઍવા તમામ મતદારોના નામ ૧૭૭ વાંસદા વિધાન સભાની ડિસેમ્બર ૨૦૨૫ માં પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા અને જે મતદારોઍ ઍન્યુમરેશન ફોર્મ સાથે જરૂરી પુરાવા ન જોડેલ ઍવા મતદારોને નોટીશ પાઠવી સુનાવણીની પ્રક્રિયા થઇ છે.
અને જે મતદારોનું નામ સર અંતર્ગત તૈયાર થયેલ ડ્રાફટ યાદીમાંથી રદ કરવા યોગ્ય પુરાવા વગર ફોર્મ નં-૭ ભરી વાંધા અરજીઓ આપી અને ઍ પણ ફક્ત મસ્લિમ સમાજના મતદારો માટે, જે મુસ્લિમ સમાજના મત આપવાના બંધારણીય અધિકાર તેમજ દેશની નાગરીકતા છીનવાનો હીન પ્રયાસ કરેલ છે. આમ જયાં સુધી વાંધા અરજી ગલત સચોટ પુરાવાઓ રજુ કરવામાં ન આવે ત્યાં સુધી જે વ્યકિત સામે વાંધો લેવામાં આવેલ છે તેને કોઈપણ જાતના કારણ વિના નોટીશ કાઢી પુરાવો રજુ કરવા માટે દબાણ ઉભું ન થાય અને આવી વ્યક્તિઍ પરેશાનીનો સામનો ન કરવો પડે આ મુસ્લિમ સમાજની રજુઆત હતી. પરંતુ આવેદનપત્ર આપ્યા વગરજ પાછું ફરવું પડ્યું હતું.
