Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વિલ્સન અલ્ટ્રા મેરાથોન -૩ યોજાઈ ઃ દેશમાંથી ૫૫૦ દોડવીરો જાડાયા

વિલ્સન અલ્ટ્રા મેરાથોન -૩ યોજાઈ ઃ દેશમાંથી ૫૫૦ દોડવીરો જાડાયા




 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ધરમપુર, તા. ૦૨ ઃ  ધરમપુરમાં  યોજાયેલી વિલ્સન અલ્ટ્રા મેરાથોન ઍડિશન-૩ ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ હતી. ૧૮ કીલોમીટર દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં દેશભરના ૫૫૦થી વધુ દોડવીરો જોડાયા, જેમાં ૧૫૦ આદિવાસી દીકરીઓનો સમાવેશ ખાસ આકર્ષણ રહ્ના હતુ.  રાત્રે ૩ વાગ્યે સિદૂંબર પ્રાથમિક શાળાથી શરૂ થયેલી દોડ વિલ્સન હિલના કુદરતી સૌંદર્ય અને કઠિન ચઢાણોથી ભરેલા માર્ગ પરથી પસાર થઈ.

દોડવીરો માટે આ અનુભવ હિલ-રનિંગની સાચી કસોટી સાબિત થઈ  ૩૫ કિમી અને ૫૦ કિમી ટ્રેલ રનમાં રાષ્ટ્રીય સ્તરના દોડવીરો જોડાતા ધરમપુર હિલ રનિંગના નકશા પર વધુ મજબૂત બન્યુ છે  ‘ય્્યઁ શ્ંશ્વ વ્શ્વર્જ્ઞ્ણુશ્ર ઞ્જ્ઞ્શ્વશ્ર’ પહેલ હેઠળ લાંબા અંતરની દરેક નોંધણી સાથે ઍક આદિવાસી દીકરીને ૫ કિમી દોડમાં મફત તક આપવામાં આવી, જેના કારણે ૧૫૦ દીકરીઓઍ પહેલીવાર મેરાથોન દોડી – જે સામાજિક સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યુ હતુ  કાર્યક્રમમાં ડીઆઈજી કરણરાજ વાઘેલા, ઍઍસપી સંદીપ પી. અને જિયોલોજિસ્ટ પ્રવીણ ખંભલા હાજર રહ્ના. આયોજક ભૂપેશ પ્રજાપતિઍ જણાવ્યું કે આ મેરાથોન સહનશક્તિ, સમુદાય અને કુદરતની ઉજવણી છે.

 આ રીતે વિલ્સન અલ્ટ્રા મેરાથોન ધરમપુર માટે મહત્વપૂર્ણ રમતોત્સવ બની રહી છે, જે પર્યટન અને યુવાનોમાં હિલ રનિંગ પ્રત્યે ઉત્સાહમા વધારો કર્યો છે.