ખૂંધમાં યુવકે ગળે ફાંસો ખાધો
- byDamanganga Times
- 03 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૨ ઃ ચીખલી તાલુકાના ખૂંધ ગામે આવેલ જય જલારામ સોસાયટી મા ઍક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય મોતને વ્હલું કરતા ગમ ગીની ફેલાઈ જવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલ જય જલારામ સોસાયટી માં રહેતા નિવૃત્તિ ગોવિંદા ઠાકરે ઉ.વ ૨૮ મૂળ રહે. નંદિન જાખેડા તા.સાતાના જી. નાસિક જે સમરોલી ગામે આવેલ આનંદ ઍગ્રો પ્રાઇવેટ લિમિટેડ માં મેનેજર તરીકે કામ કરી રહ્ના હતો જેણે આજરોજ સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં બેડરૂમમાં પંખા સાથે પીળા કલરની નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દીધું હતું નિવૃત્તિ ઠાકરે ના રૂમ ઉપર સાથે કામ કરતા કર્મચારીઍ આવીને જોયું ત્યારે નિવૃત્તિ ઠાકરે મૃત હાલતમાં જોવા મળ્યો હતો બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
