Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં મ્યુલ ઍકાઉન્ટથી રૂ. ૭.૯૦ લાખના ફ્રોડનો આરોપી ઝડપાયો

વલસાડમાં મ્યુલ ઍકાઉન્ટથી રૂ. ૭.૯૦ લાખના ફ્રોડનો આરોપી ઝડપાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વલસાડ જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ કરનાર આરોપીને શોધી કાઢી અટક કરી રૂ. ૭,૯૦,૦૦૦નું સાયબર ફ્રોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની વલસાડ  સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ ભાવિક જીત્યાને જરૂરી સુચના અને માર્ગદશન  અને સુચનાના આધારે પો.સ.ઈ ડી.ઍસ.પટેલ અને સાયબરની ટીમ ભારત સરકારના ૧૪ સી, નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક અકાઉન્ટોની માહિતીના આધારે, સાયબર ફ્રોડના નાણા જે બેંક ઍકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ ઍકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા સાહીદ સમસાદખાન રહે - સલાબત મંઝીલ, મોતીવાડી, મોગરાવાડી, તા.જી.વલસાડના બેંક અકાઉન્ટમા માંથી ઍ.ટી.ઍમ. તથા ચેકથી ઉપાડ કરેલ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલાનો બહાર આવતા પોલીસે આરોપી સાહીદ સમસાદખાનની તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી પોતાનો બેંક અકાઉન્ટ અબ્દુલા આરીફ અન્સારી રહે. સુધાનગર, વલસાડવડાને આપતો અને આ અબ્દુલા અને તેમના મળતીયાઓ લોકોને પાર્ટ ટાઈમ જોબ, ઇનવેસ્ટમેન્ટ તથા વર્ક ફ્રોમ હોમ વિગેરેની લાલચ આપી તેઓની સાથે છેતરપીંડી કરી રૂપીયા મેળવી, આ મેળવેલ રૂપીયા અબ્દુલા આગળ તેમના મળતીયાઓને ઉપર મોકલી સાયબર ફ્રોડના રૂપીયા સગેવગે કરવા સારૂ મોકલી હતો ઉપરોક્ત પકડાયેલ આરોપી વિરુધ્ધ સમગ્ર દેશમા ૬ થી વધુ સાયબરની ફરીયાદ થઈ છે. પોલીસે આરોપી સાહીદ સમસાદખાન રહે - સલાબત મંઝીલ, મોતીવાડી, મોગરાવાડી, વલસાડ આરોપી અબ્દુલા આરીફ અન્સારી રહે. સુધાનગર વલસાડને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જાહેર જનતાને અપીલ કે પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા માટે ઠગ ટોળકીઓ સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપી સકંજામાં લે છે, અને નાણાંની હેરફેર કરવા માટે તેઓના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. આવા બેંક ઍકાઉન્ટ મ્યૂલ ઍકાઉન્ટ તરીકે ઓળખાય છે. આથી પોતાનું બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઇઍ નહી, આવા ઍકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ માટે ઍકાઉન્ટધારક જ જવાબદાર રહે  છે.