સલવાવ હાઈવે પર કારમાં દારૂની ખેપ લઈ જતાં બે સગીરો ઝડપાયા
- byDamanganga Times
- 03 February, 2026
બુટલેગરો... નાદાન કિશોરોને તો બક્ષી દ્યો
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ દમણ થી ટેરોનો કારમાં બે નાબાલીક દ્વારા ચોરી છુપીથી લઈ જવાતો રૂપિયા ૨.૬૪ લાખનો દારૂનો જથ્થો વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે સલવાવ હાઈવે પાસેથી ઝડપી પાડી ગુનો નોંધી દારૂ નો જથ્થો ભરાવનાર તથા પાઇલોટિંગ કરનારને વોન્ટેડ જાહેર કરાયા છે.
હાલમાં સંઘપ્રદેશ દમણ તેમજ દાદરા નગર હવેલી થી ગેરકાયદે દારૂની હેરાફેરી ગુજરાતમાં કરવા માટે બુટલેગરો દ્વારા નવા નવા નુસખા અને ચોર ખાના કાર તેમજ અન્ય વાહનમાં બનાવી લઈ જવાઈ રહ્ના છે.
પરંતુ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાપી સલવાવ ના ઍમ ટ્યુબ બિલ્ડીંગની સામેથી ઍક નિશાન કંપનીને ટેરેનો કાર નંબર સ્ત્રિં્ ૧૫ ણૂણુ ૭૭ ૩૪ ને રોકી તેમાંથી દારૂ બિયર વિસ્કી ની બોટલ નંગ ૭૬૪ જેની કિંમત રૂ. ૨,૬૪,૮૦૦ તેમજ કાર ચાલક અને ક્લિનરની અંગ જડતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી ખુલ્લે ૫,૮૪,૮૦૦ ના મુદ્દા માલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોર તથા કારનો ક્લીનર ને ઝડપી પાડી ડુંગરા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરતા આ બાળકીશોરોને દમણથી કારમાં દારૂનો જથ્થો ભરાવનાર તેમજ પાઇલોટિંગ કરનાર તનુષ બજૂ ભાઈ પટેલ રહે પટલારા મારફડીયા મોટી દમણ નાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
