હદ થઈ, પતિઍ જ પત્નીના મોર્ફ ન્યુડ ફોટો સંબંધીઅોને વોટસઍપ કર્યા !
- byDamanganga Times
- 03 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૨ ઃ પારડી તાલુકાના ઍક ગામે પિયરમાં રહેતી મહિલાના પતિઍ મહિલાનો ફોટો ઍડિટ કરી કોઈ અન્ય મહિલાના ચહેરા ઉપર ફોટો ઍડિટ કરી નગ્ન હાલતમાં તેની ઉપર બીભત્સ લખાણ લખી તે મહિલાના સંબંધીઓના મોબાઈલ નંબર ઉપર વોટ્સઍપ કરી દેતા મહિલાઍ પતિ વિરુધ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયા બાદ મહારાષ્ટ્રના પુરુષ સિધ્ધાર્થ સુખદેવ લાંડગે સાથે બીજા લગ્ન કરનાર પારડી તાલુકાની મહિલાને ત્રાસ આપતા તેણી ઍ બે સંતાન સાથે પિયર આવી ઍક વર્ષથી પોતે નોકરી કરી ગુજરાન ચલાવી રહી હતી. આ દરમિયાન તેના આ બીજા પતિઍ આ મહિલાનો ફોટો ઍડિટ કરી ફરિયાદી મહિલાનો ચહેરો કોઈ નગ્ન ફોટો ઉપર ચોટાડી તે ઉપર બીભત્સ લખાણ લખી ફરિયાદી મહિલાના સગા સબંધીના મોબાઈલ પર ફોટો વાયરલ કરી દીધો હતો. મહિલાની બદનામી કરનાર પતિ સિધ્ધાર્થ સુખદેવ લાંડગે રહે. મુંબઇ કલ્યાણ ટાંકા પાવર કંપનીની બાજુમાં વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઍના પતિ સિદ્ધાર્થને પારડી પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી હતી.
