ગુંદલાવ ચોકડીથી દારૂ સાથે ઝડપાયો
- byDamanganga Times
- 31 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ રૂરલ પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં ફરતી હતી. તે દરમિયાન બાતમી મળી કે દમણ થી વડોદરા તરફ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કન્ટેનરમાં લઈ જઈ રહ્ના છે જે બાતમી આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે ૪૮ ના ઓવરબ્રીજ પાસે વોચ માં ઊભા રહેતા બાતમી વાળું કન્ટેનર નંબર ઍચ.આર.૪૬/જી./૧૬૪૧ને અટકાવી તેની અંદર તપાસ કરતાં દારૂની બાટલી નંગ ૪,૬૬૮ કિંમત ૧૬.૯૦ લાખ કન્ટેનર ની કિંમત ૧૬ લાખ, ઍક મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૩૨.૯૯ લાખના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક વિષ્ણુકુમાર પુરનસિંહ ચૌહાણ ઉં. વ. ૩૦, રહે. ઉત્તર પ્રદેશની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
