બીલીમોરા પાલિકાને બાકી વીજબીલ ભરવા અલ્ટીમેટમ
- byDamanganga Times
- 31 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૩૦ ઃ બીલીમોરા નગરપાલિકા ફરી ઍકવાર વિવાદમાં સપડાઈ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને રૂ. ૨૭.૬૮ લાખના બાકી વીજ બિલ ભરવા અંગે અંતિમ નોટિસ પાઠવવામાં આવતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જોકે, આ મામલે પાલિકાના ચીફ ઓફિસરે વીજ કંપનીના દાવાને નકારી કાઢ્યો છે. પ્રા માહિતી મુજબ, ઓક્ટોબર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન નગરપાલિકા હસ્તકનાં વોટરવર્કસ, સ્ટ્રીટ લાઈટ સહિતના ૬૦ વીજ કનેક્શનોનું કુલ રૂ.૨૭.૬૮ લાખનું વીજ બિલ બાકી હોવાનું દર્શાવી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા હવે આખરી અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો ત્રણ દિવસની અંદર સંપૂર્ણ રકમ ભરવામાં નહીં આવે, તો કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર નગરપાલિકાના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, નગરપાલિકા સામાન્ય નાગરિકોના પાણી વેરા, ગટર વેરા કે અન્ય લેણાં બાકી રહેતા જ કડક કાર્યવાહી કરી જી સુધીના પગલાં લે છે, ત્યારે પોતે જ ચાર માસથી લાખો રૂપિયાનું વીજ બિલ ન ભરે તે બાબત ‘દીવા તળે અંધારુ’ સમાન હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્નાં છે.
