આજે વલસાડ જીલ્લામાં ૧૯,૫૫૪ વિદ્યાર્થીઅો ઘ્ચ્વ્ની પરીક્ષા આપશે
- byDamanganga Times
- 31 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કોમન ઍન્ટ્રન્સ ટેસ્ટ (ઘ્ચ્વ્) પરીક્ષા તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ (શનિવાર)ના રોજ વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાનાર છે. ઘ્ચ્વ્ પરીક્ષાનો સમય બપોરે ૧ઃ૦૦ વાગ્યેથી ૩ઃ૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં કુલ ૬૭ બિલ્ડિંગોમાં પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમના કુલ ૬૧ કેન્દ્રોમાં ૧૮,૩૮૬ વિદ્યાર્થીઓ તથા અંગ્રેજી માધ્યમના ૬ કેન્દ્રોમાં ૧,૧૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ રીતે કુલ ૧૯,૫૫૪ વિદ્યાર્થીઓ ઘ્ચ્વ્ પરીક્ષામાં ભાગ લેશે. ધો. ૫ માં અભ્યાસ કરતા તમામ પાત્ર વિદ્યાર્થીઓ ઘ્ચ્વ્ પરીક્ષા આપવા માટે લાયક છે. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે
તેમજ પરીક્ષા પારદર્શક, ન્યાયસંગત અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ દ્વારા જરૂરી તમામ આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અગાઉ સ્થળ સંચાલકઓ તથા સરકારી પ્રતિનિધિઓ માટે માર્ગદર્શન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પરીક્ષા દિવસે સમયસર પોતાના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે, પ્રવેશપત્ર સાથે જરૂરી ઓળખપત્ર લાવે તથા પરીક્ષા દરમિયાન આપવામાં આવેલી તમામ સૂચનાઓનું કડક પાલન કરે.
