પારડીના ડુંગરીમાં રીફંડની લાલચે ઍકાઉન્ટ નંબર લઈ રૂ. ૯.૯૬ લાખ સેરવી લેતાં ફરિયાદ
- byDamanganga Times
- 31 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ પારડી તાલુકાના ડુંગરીગામમાં રહેતા ઍક વ્યક્તિને અજાણ્યા વ્યક્તિઍ ફોન કરી તમારું ટીડીઍસનું કપાત નું રિફંડ મળી જશે. ઍવી લાલચ આપી તમામ ઍકાઉન્ટ નંબરના કાર્ડના નંબર લઈ રૂ. ૭,૯૬૦૦૦ ઍકાઉન્ટમાંથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ઉપાડી લઈ છેતરપિંડી કરતા પારડી પોલીસ મથકમાં ફરિયાદ થાય છે અને અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અહીં ડુંગરી ગામમાં આવેલ પોણીયા ફળિયામાં રહેતા રાજેશભાઈ ઝીણાભાઈ ધોડિયા પટેલ પાસે કોઈ અજાણ્યા ઇસમ મોબાઈલ નંબર ૬૦૦૩૬૪૩૨૪૯ના વ્યક્તિઍ પોતાની ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી આર્થિક લાભ મેળવવા ઠગાઈ કરવાના બદઈરાદાથી તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઍમના મોબાઈલ પર આ અજાણ્યા મોબાઈલ નંબરના ધારક ઈસમનો ફોન આવ્યો હતો. તેણે રાજેશભાઈને ટીડીઍસ કપાતનો રિફંડ મળી જશે. તેવી લોભામણી લાલચ આપી રાજેશભાઈ પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટકાર્ડના નંબરો મોબાઈલ વોટસઍપના માધ્યમથી મેળવી રાજેશભાઈ ના ઈનડસઈન્ડ બેંકના ઍકાઉન્ટ નંબર ૨૦૦૦૦૬૩૧૩૩૫૫ માંથી રૂ. ૭,૯૬ હજાર જેટલી રકમ અલગ અલગ સમયે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રંજેક્શન કરાવી આર્થિક નુકસાન પહોંચાડતા તેઓઍ અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ આપતા પારડી પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ધરી છે.
