ઈન્દોરમાં અશ્વ સ્પર્ધામાં વાપીનો અશ્વ પ્રથમક્રમે
- byDamanganga Times
- 31 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી દેવી અહિલ્યાબાઈ અશ્વ પ્રતિયોગીતા માં વાપીનો ભારત રાજ નામનો અશ્વ ઍ પ્રથમ નંબર મેળવી સમગ્ર ગુજરાત અને વાપીનું ગૌરવ વધાર્યું છે આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્રથમ વખત જ દેવી અહલ્યાબાઈ અશ્વ પ્રતિયોગતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી લગભગ હજારોની સંખ્યામાં અશ્વ બે ભાગ લીધો હતો. જેમાં વાપીના જાણીતા રાજકીય આગેવાન અને ઘોડા રાખવાનો શોખ ધરાવનાર અભય નહારના મારવાડી નસલનો ૨૯ માસનો ભારત રાજ નામનો બે દાંત ધરાવતા ઘોડાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં તેમણે પ્રથમ નંબર મેળવી વિજય મેળવ્યો હતો. આ ભારત રાજ અશ્વને થોડા માસ પહેલા જ અમદાવાદના લાલભાઈ અને વિકાસ દેસાઈ નામના અશ્વનું ફાર્મ ધરાવનાર પાસેથી ખરીદવામાં આવ્યો હતો. હાલમાં દેશમાં મારવાડી નસલના ઘોડાની ખૂબ જ ડિમાન્ડ અને તેને લોકો કરોડો રૂપિયામાં ખરીદી રહ્ના છે. આ ઘોડો વાપી નગરપાલિકાના માજી ઉપ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ તેમજ નાહર સ્ટ્રેટ રામના માલિક અભયભાઈ નહાર દ્વારા ખરીદાયો છે અને તેને પાડી આ મધ્યપ્રદેશના ઈંદોરની સ્પર્ધામાં ખૂબ જ સાવચેત સાથે લઈ જઈ સ્પર્ધામાં ઉતારી વિજય મેળવ્યો હતો તે અંગે તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.
