Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાકડકુવામાં માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

કાકડકુવામાં માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ધરમપુર, તા. ૩૦ ઃ  ધરમપુર થી કાકડકુવા તરફ જતાં પતિ-પત્ની ઍક્ટિવા સ્કૂટર (નંબર ઞ્થ્-૧૫-ઝ઼ઘ્-૮૦૩૨) પર ઘરે જઈ રહ્ના હતા. સ્કૂટર પતિ મનેષકુમાર ચલાવી રહ્ના હતા અને પાછળ તેમની પત્ની હેમાબેન પટેલ (ઉ.વ. ૩૭, રહેવાસી કાકડકુવા કુકણ ફળિયા) બેઠા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી નેક્સન કાર (નંબર પ્ણ્-૧૭-ઘ્હ્-૩૪૨૬)ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં મનેષકુમારને ઇજાઓ પહોંચી હતી, જ્યારે હેમાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલ  પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્મતમાં ઍજ કાર દ્વારા ઍક અન્ય ઍક્સેસ સ્કુટી (નંબર ઞ્થ્-૧૫-ઝ઼થ્-૩૫૬૦)ને પણ ટક્કર મારવામાં આવી હતી. જેમાં સ્કુટી ચાલક જીતેશ છનાભાઈ પટેલ (રહેવાસી કાકડકુવા)ને માથા અને કમરના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 વધુ પ્રા માહિતી અનુસાર મૃતક હેમાબેન પોતાના પિયરના ભાઈના ઘરે ધરમપુરના મહાદેવ ફળિયામાં આવ્યા હતા અને ત્યાંથી પરત જતા સમયે અકસ્માત બન્યો હતો. નેક્સન કારના ચાલકનું નામ સંજય ભીખાજી આહેર હોવાનું તથા તે પીપલગાવ કંજોરા ગામ, તાલુકા સંગમનેરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

આ બનાવ અંગે ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.