Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં ટ્રાન્સપોર્ટરને ધમકાવનાર કથિત પત્રકારની અટકાયત

વાપીમાં ટ્રાન્સપોર્ટરને ધમકાવનાર કથિત પત્રકારની અટકાયત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ વાપીની કંપનીઓમાંથી ટ્રકમાં વેસ્ટ અને પ્લાસ્ટિક ભરનાર ટ્રાન્સપોર્ટરને ધમકાવનાર કથિત પત્રકાર યુનુસ દાઉદ શાહની વાપી ટાઉન પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસીની કેટલીક કંપનીઓ તેમજ પેપરમીલમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરો તથા કોલસો ર્કાટિંગ કરવાનું કામ કરનાર ટ્રાન્સપોર્ટર ઇબ્રાહીમ ઇદારત ખાને વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમને પત્રકાર હોવાનું જણાવી તમારી ટ્રકમાંથી ભીનો કચરો અને રસ્તા ઉપર પાણી પડે છે તેમજ ગેરકાયદે કોલસો વહન કરે છે જે અંગે જો તમો મને ૧૫૦૦૦ રૂપિયા નો હો દર મહિને નહીં આપશો તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરી પેપરમાં લખાવી તમારો ધંધો બંધ કરાવી નાખીશ તેમ કહી ૧ લાખ ૨૦ હજાર રોકડા તથા ગુગલ પે થી ઓનલાઇન લઈ લીધા હતા અને હવે દર મહિને રૂ. ૨૦,૦૦૦ નો હો માંગનાર હોય જેને લઇ ફરિયાદીઍ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી યુનુસ દાઉદ શાહ રહે. ઈમરાન નગર વાપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.