Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કુંતામાં ખોટી પાવર અોફ ઍટર્ની રજુ કરનારા ૪ માંથી ૧ ની ધરપકડ ઃ સબજેલમાં ધકેલાયો

કુંતામાં ખોટી પાવર અોફ ઍટર્ની રજુ કરનારા ૪ માંથી ૧ ની ધરપકડ ઃ સબજેલમાં ધકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ વાપી કુંતાની ઍક જમીન માટે મૃતકના નામે ખોટી પાવર ઓફ ઍટર્ની રજૂ કરનાર વાપી અને મુંબઈના ચાર સામે નોંધાયેલ ગુનામાં વાપી કોળીવાડના દેવાંગ કાંતિભાઈ પટેલની વાપી ટાઉન પોલીસે અટકાયત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના કુંતા ખાતે આવેલ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ જેમાં લખી આપનાર ખોરદસ કુરામરોજ ખબરેદારની પત્નીના કુલ મુખ ત્યાર સંદિપ તુકારામ આપટે તથા જમીન લખાવી લેનાર દેવાંગ કાંતિભાઈ પટેલનો ઉલ્લેખ કરી વેચાણના રૂ. ૯.૧૧ લાખનો દસ્તાવેજ વર્ષ ૨૦૨૩ માં કરાયો હોવાનો નોંધાયો હતો અને વેચાણ દસ્તાવેજમાં યજ્ઞેશ ગુલાબ પટેલ અને ચેતન કરમશી ભાનુશાલી સાક્ષીદાર તરીકે હતા જે બાદ સુરતના અરજદાર નાનુભાઈ જાદવભાઈ વૈષ્ણવે વર્ષ ૨૦૨૪માં ગાંધીનગર કચેરીમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે વેચાણ દસ્તાવેજમાં લખી આપનાર ખોરદસ કુરામરોજ ખબરેદાર વર્ષ ૧૯૮૫ માં મૃત્યુ પામ્યા હતાં. તેમ છતાં ખોટા પુરાવા રજૂ કરી દસ્તાવેજ નોંધણી કરાઈ છે જેથી નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્યની સ્ટેમ કચેરી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ખોરદસ કુ રામરોજ ખબરદારનું મરણ અંગેનું વેરીફિકેશન ઓફ ડેટ સર્ટિફિકેટ ૨૦૨૬માં મેળવતા તેમાં ખોરસદબાનું ફોરમરોજ દમણીયા રહે દુભાષ બિલ્ડીંગ મુંબઈની તા. ૧૦-૦૮-૧૯૮૫ ના રોજ મરણ થયેલ હોવાનું લખેલું હતું રજીસ્ટર કચેરીમાં ખોટી પાવર ઓફ ની રજૂ કરનાર સંદિપ તુકારામ આપ્ટે રહે. મુંબઈ અને જમીન લેનાર દેવાંગ કાંતિભાઈ પટેલ રહે. વાપી, કોળીવાડ અને સાક્ષી યજ્ઞેશ પટેલ તેમજ ચેતન ભાનુશાલી સામે વાપી ટાઉન પોલીસમાં વાપી સબ રજીસ્ટર કચેરીના અધિકારી કાંતિભાઈ કેશુભાઈ વણકરે નોંધાવતા પોલીસે હાલમાં જમીન ખરીદનાર દેવાંગ કાંતિભાઈ પટેલની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાય છે. જોકે દેવાંગ કાંતિભાઈ પટેલ દ્વારા અન્ય કેટલીક જમીનો ખોટા દસ્તાવેજથી ખરીદી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.