Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ પાલિકાની સભા પહેલાં જ પ્રમુખ પર સભ્યોની પસ્તાળ

વલસાડ પાલિકાની સભા પહેલાં જ પ્રમુખ પર સભ્યોની પસ્તાળ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ પાલિકાની આવતીકાલે સામાન્ય સભા અગાઉ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન કચેરીઍ બપોરે પાલિકાના સભ્યોની મીટીંગ બોલાવવામાં આવી જે મિટિંગમાં  પાલિકાના સામાન્યસભાના ઍજન્ડામાં કેટલી ગ્રાન્ટની  રકમનો ઉલ્લેખ થતો નથી. શહેરના બિસ્માર રસ્તા, અસહ્ના ગંદકી, ડ્રેનેજ લાઈન ઉભરાવાની સ્ટ્રીટલાઈટ બંધ, શહેરમાં ગેરકાયદેસર બાંધકામ  સહિતની ફરિયાદ સાથે ભાજપના ચૂંટાયેલા સભ્યોઍ શહેર ભાજપ પ્રમુખને આડે હાથ  લેતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.  વલસાડ નગરપાલિકાની આવતીકાલે સામાન્ય સભા પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષપણા હેઠળ રાખવામાં આવી છે. પાલિકાની સામાન્યસભા અગાઉ પાલિકાના ચૂંટાયેલા ભાજપી સભ્યોને આજરોજ શુક્રવારના બપોરે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત  પાલિકા ભાજપી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. સભ્યોઍ જણાવ્યું કે અગાઉની બોડી દ્વારા સામાન્યસભાના ઍજન્ડામાં જે તે કામોની રકમ તેમજ જે તે વિભાગનો ઉલ્લેખ કરવામાં આવતો હતો પરંતુ  નવી બોડી આવ્યા બાદ પાલિકાની સામાન્ય સભા ના ઍજન્ડામાં ઍક પણ કામનું ઍસ્ટીમેન્ટ,  કે ગ્રાન્ટની રકમ  કયા વિભાગમાં કેટલી રકમ મંજૂર કરવા માટે ફાળવવામાં આવી તેનો ઉલ્લેખ આજદિન સુધી કરવામાં આવ્યો નથી. તો વલસાડ શહેરમાં રસ્તા, અસહ્ના ગંદકી  ડ્રેનેજ લાઈન ઉભરાવાની કાયમી સમસ્યા,  સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં, તેમજ વલસાડ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ ની ભરમાર  સહિતની ફરિયાદ સાથે સભ્યોઍ રજૂઆત કરી શહેર ભાજપ સંગઠન પ્રમુખને આડે હાથ લેતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.