Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી જીઆઈડીસીમાં પણ થર્ડ ફેઝ જતો આરતી પાસેનો રસ્તો ૩ માસ માટે બંધ

વાપી જીઆઈડીસીમાં પણ થર્ડ ફેઝ જતો આરતી પાસેનો રસ્તો ૩ માસ માટે બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ વાપી જીઆઇડીસીના થર્ડફેઝ તરફ જતા આરતી ઇન્ડસ્ટ્રીઝ પાસે ડબલ સેલ બોક્સ કન્વર્ટરના બાંધકામને લઈ મૂખ્ય રસ્તો ત્રણ માસ માટે બંધ કરાયો જેને લઇ વહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી ઉભી થશે.

પ્રા વિગત મુજબ વાપી ઔદ્યોગિક વસાહત ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ થર્ડ ફેઝ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ જુના કન્વર્ટરના સ્થાને નવું ડબલ સેલ બોક્સ કન્વર્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોય આ પ્રોજેક્ટની સલામતીને ધ્યાને રાખીને આ રસ્તો વાહન વ્યવહાર માટે તારીખ ૧-૨-૨૦૨૬થી ઍપ્રિલ ૨૦૨૬ સુધી બંધ રાખવા અંગેની જાહેરાત કરાય છે.

આ અંગે આ રસ્તા ઉપરથી પસાર થતાં ભારે તથા હળવા વાહનો માટે બાયર સર્કલથી વીઆઇઍ ચોકથી ઍના અગ્રવાલ સર્કલ તરફ અને સી ટાઈપ રોડથી જ બાયર સર્કલ તરફ થર્ડ ફેઝ તથા ફોર ફેઝ તરફ જઈ શકાશે અને ભડકમોરાથી સરદાર ચોક અને ત્યાંથી હનુમાન મંદિર થઈ અન્ય રસ્તે ઝડપે તરફ જઈ શકાશે. જે અંગે વાપી નોટિફાઇડ ઍરીયા ઓથોરિટી તરફથી તેમજ વાપીના ઉદ્યોગપતિઓને જાણ કરાય છે. જેને લઇ આ રસ્તા ઉપરથી પસાર થતાં તેમ આ કન્વર્ટર બોક્સની પેલે બાજુ આવેલ કંપનીના સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જે અંગે ભારે ચર્ચાનો વિષય પણ વાપીમાં બની રહ્ના છે.