Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દોણજામાં ટેમ્પો સાથે ભટકાતાં બાઈક સવારનું મોત

દોણજામાં ટેમ્પો સાથે ભટકાતાં બાઈક સવારનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકાના દોણજા ગામની હદમાં સવારના સમયે ઍક ટુ-વ્હીલર મોટરસાયકલ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટુવિલર સવારને શરીરે ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંદરવેલાથી કુકેરી જતા રોડ ઉપર દોણજા ગામની હદમાં સવારના ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં હિરલકુમાર રમણભાઈ પટેલ ઉ.વ. ૨૬ રહે. વાંદરવેલા સડક ફળીયા તા. વાંસદા જે પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જે બુધવારના રોજ નવી ખરીદ કરી હતી જેનો નંબર પણ આવ્યો નથી જે ગાડી લઈને સુરખાઈ ગામે પેટ્રોલ પંપ ઉપર નોકરીઍ જઈ રહ્ના હતો 

દરમિયાન ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર જીજે-૨૧-વાય- ૬૦૦૭ નો ચાલક દિવ્યેશ મુકેશભાઈ પટેલ રહે. બારોલીયા ભાયલા ફળીયા તા. ચીખલી જેણે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતી હિરલ પટેલની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી દેતા હિરલ પટેલ રોડ ઉપર પટકાતા જેને માથામાં તથા મોઢા ના ભાગે અને નાકના ભાગે ગંભીર ઈજા થતાં હિરલ પટેલ નું સ્થળ ઉપર કરુંણ મોત નીપજ્યું હતું બનાવ અંગેની ફરિયાદ મૃતકના પિતા રમણભાઈ છીબાભાઈ પટેલે  કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ બી.સી ગઢવી કરી રહ્ના છે.