દેગામમાં ગેરેજમાં કર્મીને રાત્રે મારવાની ઘટનામાં બે ઝડપાયા
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકાના દેગામ ચીખલી રોડ ખાતે આવેલ સાંઈ મોટર્સ બોડી રીપેર ગેરેજમાં કામ કરતા અમિત રામવદન હરીજન ચમાર ઉ.વ. ૩૭ જે સાંઈ મોટર્સના રૂમમાં જ રહેતો હોય દરમ્યાન ૨૭. ૧. ૨૦૨૬ ના રાત્રીના લગભગ ઍકાદ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ઈસમોઍ અમિતના રૂમનું બારણું ખખડાવતા કહેલું કે મુજે ટ્રક કા કામ કરવાના હૈ તુમ દરવાજા ખોલો ઍમ કહેતા ફરિયાદી અમિતે રૂમનો દરવાજો ખોલતા સામે બે ઇસમોઍ જેમણે પોતાના મોં ઉપર રૂમાલ બાંધેલ હોય તેઓઍ અચાનક કોઈ પણ વાતચીત કર્યા વિના અમિત ઉપર પેટના જમણી ડાબી બાજુ અને કપાળ ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા અને ઈજાગ્રસ્તની વધુ તપાસ હાથ ધરતા અમીટના નજીકના શખ્સો હોવાનું બહાર આવ્યું હતું. જેને પોલીસે આજરોજ પકડી પાડી પૂછ પરછ કરતા અમીત પાસેથી પૈસાની લેતી દેતી હોય અને પૈસા આપતો ન હોય જેના કારણે માર મારવામાં આવ્યો હતો
જેમાં સૂરજ રામસંબંધ છબ્બુ ઉ.વ. ૩૩ હાલ રહે સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલ રાજેશભાઈ રઘુભાઈ પટેલના રાજુ મોટર બોડી રિપેર નામની ગેરેજમાં તથા બીજો ઍક અમનકુમાર રામભવન પ્રસાદ સંતરાજ ઉંમર વર્ષ ૨૦ હેલ્પર જે રાજુ મોટર બોડી રીપેર ના ગેરેજમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
