Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોગરાવાડીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા પોલીસ કર્મીને બે વર્ષની કેદ અને દંડ

મોગરાવાડીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા પોલીસ કર્મીને બે વર્ષની કેદ અને દંડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ ૧૦ વર્ષ અગાઉ વલસાડના મોગરાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઍ હાના નામે લાંચ લેવા ના કેસમાં વલસાડની પ્રિન્સિપાલ સિવિલ જજે પોલીસ કર્મચારીને બે વર્ષની જેલ અને ૪૫ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.  મૂળ દિલ્હી અને વલસાડ  શહેરના મોગરાવાડીમાં ઋષિકેશ ઍપાર્ટમેન્ટ, ફલેટ નંબર-૨૦૯, હનુમાન ફળિયા  માં અજયકુમાર જ્ઞાનચંદ સરોજ ઉં.વ. ૨૭ વર્ષ, રહે છે. અજય સરોજ  દમણ પાતળિયાથી દારૂની પેટી લાવી છુટક વેચાણ હોય જેની જાણ થતાં વલસાડના મોગરાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા  હમીદ નામના પો. કો.    ઍ તારીખ ૧૨/૫/૨૦૧૦ ના રોજ ને ઉભી રાખી ઍની અંદર બેસી જાય તો દારૂનો ધંધો ચોરી થી કરે છે તેમ કહી મોગરાવાડી ચોકી લઈ ગયો હતો.  દારૂનો ધંધો પાંચ છ મહિનાથી બંધ કરી દીધો છે. તેમ છતાં ચાર મહિનાના હિસાબ પેટે રુ. ૨૫,૦૦૦ નો વહીવટ કરવો   પડશે વહીવટના પૈસા નહીં આપે તો તારા પર કેસ કરી તારી બાઈક જ કરીશ તેમ કહ્ના બાદ ૧૫૦૦૦ રૂપિયા આપવા પડશે. તેમ કહી જવા દીધો અને જે બાદ  પૈસાની સગવડ નહીં   થતા  તારીખ ૯/૬/૨૦૧૦ ના રોજ પોલીસ કોન્સ્ટેબલ અમિત ઍ અજય સરોજને ઉભો રાખી મારો વ્યવહાર આવ્યો નથી. મારે હવે તારા ઉપર ખોટો કેસ કરવો જ પડશે. તેમ કહેતા ડરી ગયેલા અજય પૈસાની સગવડ થાય તેમ નથી જેથી આવતીકાલે ૧૦-૬-૨૦૧૦ ના રોજ  પોલીસ ચોકી ઉપર આવી ૫૦૦૦ રૂપિયા આપી જજે બાકીના પૈસા ૧૦,૦૦૦ રૂપિયા દેવા નહીં આવે તો તારા પર કેસ કરી દેવાની ધમકી આપી હતી. ૫૦૦૦ રૂપિયા ની લાશ માંગતા જે અંગે અજય સરોજે વલસાડ ઍસીબી નો સંપર્ક કર્યો અને છઠ્ઠું ગોઠવતા પોલીસ કોસ્ટેબલ  હમીદ ને ૫૦૦૦ રૂપિયાની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો જે અંગેનો કેસ વલસાડ કોર્ટમાં ચાલતા બંન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ વલસાડનાં પ્રિન્સિપાલ સિવિલ જજ નીપા સી. રાવલે ઍ.જી.પી. ભરત પ્રજાપતિ અને ઍ.જી.પી. નવીન -જાપતિની દલીલો ગ્રાહ્ના રાખી   પોલીસ કોન્સ્ટેબલ આરોપી  હમીદ ને ૨૫૦૦૦ રૂપિયા દંડ અને બે વર્ષની કેદ  જો દંડ નહીં ભરે તો વધુ  ચાર માસની સજા ફટકારતો હુકમ કર્યો છે.