Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સાપુતારા ઘાટ માર્ગમાં પલટેલા ટ્રકમાં કન્ટેનર ભટકાયું

સાપુતારા ઘાટ માર્ગમાં પલટેલા ટ્રકમાં કન્ટેનર ભટકાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૯ ઃ મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ કન્ટેનર જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ઍક દિવસ પૂર્વે પલ્ટી ખાધેલ ટ્રકનાં પાછળનાં ભાગમાં અથડાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કન્ટેનર ટ્રક સાથે ભટકાઈને થંભી જતા ખીણમાં ખાબકતા બચી ગયુ હતુ. અહી રાત્રીનાં અરસામાં સાપુતારા ઘાટનાં વળાંકમાં ટ્રક પલ્ટી મારેલ હાલતમાં પડી હતી.જેથી કન્ટેનર ચાલકને ટર્નનો અંદાજો ન આવતા ટ્રક સાથે ભટકાવી પલ્ટી ખવડાવી દેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.   જેની જાણ સાપુતારા પી.આઈ.પી.ડી.ગોંડલિયા સહીત પોલીસ કર્મીઓની ટીમને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા.

અહી રાત્રીનાં અંધકારમાં સાપુતારા પોલીસની ટીમે ટોર્ચ લાઈટની વ્યવસ્થા કરી કટર મશીનથી કન્ટેનરનાં કેબિનનો દરવાજો કાપી ચાલકને સહીસલામત બહાર કાઢી જીવ બચાવ્યો હતો.