Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં કથિત પત્રકાર સામે ટ્રાન્સપોર્ટરની ખંડણીની ફરિયાદ

વાપીમાં કથિત પત્રકાર સામે ટ્રાન્સપોર્ટરની ખંડણીની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વાપી જીઆઇડીસીની પેપર મિલોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને કચરો ઉઠાવી અન્ય સ્થળે લઈ જતા ટ્રાન્સપોર્ટરને ‘તારી ટ્રકોમાંથી રસ્તા ઉપર પડતું પાણી તેમજ અવરલોડ હોય’ જે અંગે ફરિયાદ કરી પેપરમાં છાપી તેમજ જીપીસીબીમાં ફરિયાદ કરી ધંધો બંધ કરી દેવાની ધમકી આપી  ગુગલ-પે તેમજ સ્કેનરથી તૂટક તૂટક રૂ. ૧.૨૦ લાખ બળજબરીથી દબાવી ધમકાવી કઢાવી લેતા યુનુસ દાઉદ શાહ સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ઇમરાન નગરના મુસા માર્કેટ ખાતે રહેતા અને વાપી જીઆઇડીસી વિસ્તાર માં આવેલ વિવિધ પેપરમીલ માંથી પ્લાસ્ટિક વેસ્ટ કચરો તેમજ સલજ ઉઠાવી ડમ્પિંગ કરવાનું તેમજ પેપર મિલોને જરૂરિયાત મુજબનો  કોલસાનું કાર્ટટિંગ કરી આપનાર ઇદ્રીશ ઇબ્રાહીમ ઇદારત ખાન ને વાપી મુસા માર્કેટ બિલ્ડીંગ પાછળ આવેલ આસ્થા હાઈટસ ના ફલેટ નંબર ૧૦૮ માં રહેતા યુનુસ દાઉશ શાહ નામના ઇસમે પોતે પ્રેસ મીડિયામાં હોવાનું અને પેપરમાં લખાવી તારી ઓવર લોડ ટ્રક તેમજ તેમાંથી રોડ ઉપર પાણી પડે છે જે અંગે પેપરમાં લખાવી તેમજ જીપીસીબી માં ફરિયાદ કરી આખી જિંદગી જેલમાં પુરાવી દઈશ અને તારા ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવા નહીં દેવું અને તારો ટ્રાન્સપોર્ટનો ધંધો પણ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી ફરિયાદી ઈદ્રીશ ખાન પાસેથી ઓનલાઇન તેમજ રોકડા રૂ. ૧,૨૦,૦૦૦ બળજબરીથી ધરાવી ધમકાવી કઢાવી લેતા અને જો તારે ધંધો ચાલુ રાખવો હોય તો દર મહિને ૧૫ હજાર રૂપિયાનો હો આપવા પડશે તેમ જણાવ્યું અને ફરિયાદીઍ આપવાનીના પાડતા તેને માં બેન સમાન ગાળો આપી હતી. જેને લઇ ફરિયાદીઍ યુનુસ ને માસિક રૂ. ૧૫૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું આ અંગે ફરિયાદીઍ યુનુસ દાઉદ  તારીખ ૧૪-૩-૨૦૨૫ ના રોજ થી  વોટસઍપ તેમજ ગુગલ પેનું સ્કેનર મોકલી આપ્યું હતું.

જેમાં તેમણે દર મહિને રૂપિયા મોકલાવતો હતો પરંતુ હાલમાં હાના રૂપિયા નહીં આપતા તેમણે  ધાક- ધમકી આપી ધંધો બંધ કરાવી દેવા જણાવતા વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.