નવસારીથી ઝડપાયેલા આતંકી ફૈઝાને ૭ ને મારવાની યાદી બનાવી હતી
- byDamanganga Times
- 30 January, 2026
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. ૨૯ ઃ જૈશ ઍ મોહમદ અને અલકાયદા સાથે સંકળાયેલ તેમજ ગત ૨૫ જાન્યુઆરીના રોજ નવસારીમાંથી દરજી તરીકે કામ કરતા આતંકી ફૈઝાન શેખની ગુજરાત ઍટીઍસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેની પૂછપરછ ઍવો ખુલાસો થયો છે કે તેણે ઇસ્લામ અને પયગંબર વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપનારા લોકોની યાદી બનાવી તેમની હત્યા કરવાનું વિચાર્યુ હતું. જેના માટે તેણે શસ્ત્રો પણ ખરીદ્યા હતા.
તે જેને મારવાનો હતો તેમાં દિલ્હી, યુપીના નામ સામે આવ્યા છે તેમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો. પ્રકાશ, યુધી રાણા, અક્કુ પંડિત અને વિક્રાંતનો સમાવેશ થાય છે જોકે આ કોણ છે તેની માહિતી ઍટીઍસને મળી નથી. આ અંગે તેણે પોતાના ગ્રુપમાં યાદી પણ ફોરવર્ડ કરી હતી. આ ઉપરાંત ખ્વ્લ્ની ટીમ ફૈઝાનના ફોનની તમામ વિગતોની તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં કોની સાથે સંકળાયેલો હતો ઍેની વિગતે તપાસ શરૂ કરી છે.
તે મસૂદ અઝહરને ફોલો કરતો હતો તથા પયગંબર વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપનારનો ડેટા ભેગો કરતો હતો ઍટલું જ નહી આરોપી સાથે અબુ બકર નામની વ્યક્તિ જોડાયેલી હતી, જેની તપાસ ચાલી રહી છે. તે કપડાં સીવી જે પૈસા કમાયો ઍમાંથી જ તે હથિયાર લાવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આરોપી જૈશ-ઍ-મોહમ્મદ ગ્રુપ સાથે જોડાયેલો હતો. તે છેલ્લાં ૪ વર્ષથી નવસારીમાં રહેતો હતો અને દરજીકામ કરતો હતો. તે ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર ગ્રુપ ચલાવતો હતો. જે લોકો મોહમ્મદ પયગંબર વિરુદ્ધ બોલતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરવાનું આરોપીઍ શરૂ કર્યું હતું. આરોપીઍ મૂળ યુપીના નામચીન લોકોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આરોપીઍ અત્યારસુધી કોઈના પર હુમલો કર્યો નથી.
