Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી હાઈવે અોવરબ્રીજ નીચે ૩ જગ્યાઍ ઍક સાથે ખોદકામથી વાહન ચાલકો હેરાન-પરેશાન

વાપી હાઈવે અોવરબ્રીજ નીચે ૩ જગ્યાઍ ઍક સાથે ખોદકામથી વાહન ચાલકો હેરાન-પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વાપી નોટિફાઇડ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ના બ્રિજની નીચે વહાનો પાર્ક કરવાની કામગીરી માટે તેમજ રસ્તો ક્રોસ કરવા છેલ્લા કેટલાક સમયથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છેલ્લા ત્રણેક દિવસથી પેપીલોન હોટલ સામેના બ્રિજ નીચે તેમજ હોટલ ગ્રીન વ્યુ અને જીવનદીપ હોસ્પિટલની સામેના ત્રણ જેટલા સ્થળે રસ્તો ખોદી પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈ રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાંથી પસાર થતાં તેમજ મુંબઈ તરફથી સર્વિસ રોડ ઉપર આવતા જતા તેમજ ગુંજન વિસ્તાર તરફથી આવતા જતા વહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. જેને લઇ અહીં ટ્રાફિકની સમસ્યાથી વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. આ અંગે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓના જણાવ્યા મુજબ અહીં કામગીરી ઍક સાથે કરવાને બદલે ઍક ઍક અલગ અલગ દિવસે કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા નહીં થવાની શક્યતા રહેશે જોકે હાલમાં સ્કૂલ-કોલેજ અને વાપી જીઆઇડીસીની કંપનીઓમાં આવતા જતા કામદારોને આ ટ્રાફિકની સમસ્યાને લઇ પોતાના નિયત સમય કરતા ખૂબ જ મોડા પહોંચી રહ્ના છે. અહીં ટ્રાફિકને લઈ વાહન ચાલકોઍ લગભગ અડધોથી ઍક કલાક સુધી ઉભી રહેવું પડે અથવા ખૂબ જ ધીમી ગતિઍ ચાલતા રહેવું પડે છે. જે અંગે તાત્કાલિક વાપી નોટિફાઇડના વહીવટી તંત્ર તેમજ ચીફ ઓફિસર અને વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગો થઈ રહી છે.