પારડી પાલિકાની સામાન્યસભા યોજાઈ
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ પારડી નગરપાલિકા કચેરીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડમાં પારડી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી. જે સામાન્ય સભામાં કારોબારી સમિતિના મંજૂર કરાયેલા વિકાસના કામો જેમ કે રસ્તા પાણી ગટર લાઈટ વગેરે કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. અહીં પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્યસભામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સી ઍમ અજિત પવારનો નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ ઍજન્ડા મુજબના કામો હાથ પર લેવામાં આવ્યા હતાં. આ સામાન્ય સભામાં રસ્તા ગટર પાણી જેવા કામોને લીલી ઝંડી અપાઈ હતી જયારે વિરોધ પક્ષના નેતા બીપીનભાઇ અને અન્યોઍ મુખ્ય બજારમાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ મુકવા માટે માંગણી સહિત વિવિધ રજુઆતો કરી હતી. પ્રમુખે કહ્નાં હતુ. આ સભા દરમ્યાન પારડીના પમ્પિંગ સ્ટેશનમાં મૂકવામાં આવેલ મશીન આપનાર કોન્ટ્રાક્ટરને નોટિસો આપવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. આ સાથે વિકાસના કામોની લીલી ઝંડી સાથે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી.
