ધરમપુર જીલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ગણતંત્ર દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૯ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર,(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા ભારતના ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવભેર કરવામાં આવી હતી.
જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ડી. રાઠોડ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. અને ઉપસ્થિત સૌને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું, ઉપરાંત, વંદે માતરમના ૧૫૦મી જયંતિ નિમિત્તે ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત મહત્વપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની ઇમારતને તિરંગાના રંગોની આકર્ષક લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. ઉપરાંત, રંગોળી પણ દોરવામાં આવી હતી,
ઉજવણીના ભાગરૂપે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા ભારતીય બંધારણ આધારિત પ્રશ્નોત્તરી (ક્વિઝ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ભાગ લેનારાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
