Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાસિકમાં બહેજ અને બલવાડાના શિક્ષકને ઍથેલેટીકસમાં સુવર્ણચંદ્રક

નાસિકમાં બહેજ અને બલવાડાના શિક્ષકને ઍથેલેટીકસમાં સુવર્ણચંદ્રક


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૨૯ ઃ મહારાષ્ટ્રના નાસિક વિભાગીય રમત ગમત સંકુલ (મીના તાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ)ખાતે નેશનલ માસ્ટર ઍથ્લેટીક્ષ ગેમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકામાંથી પોમાપાળ ફ.ના વતની અને બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલે (૫૮)૧૦,૦૦૦ મી. તથા ૪૦૦ મી. દોડસ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ૧૦ કિમી નું અંતર ૪૮.૫૫ મિનિટમાં દોડીને પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણચંદ્રક પ્રા કર્યો જ્યારે ૪૦૦ મી.દોડ (૭૪ સેકંડમાં.) માં દોડી બીજા ક્રમે વિજેતા બની રજતચંદ્રક હાંસલ કર્યો હતો. પ્રવીણભાઈ આગામી જૂનમાં વય નિવૃત્ત થનાર મોટી વયે પણ દોડ માટેની ભરપૂર ક્ષમતા ધરાવે છે.  બહેજ પ્રા. શાળા ખેરગામ પોમાપાળ ફળિયા-તાલુકા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ચીખલી તાલુકાના બલવાડા હાઈસ્કૂલના શિક્ષક  કમલેશભાઈ જી.પટેલ જેમણે પણ ઊંચી કૂદ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે વિજેતા બની સુવર્ણચંદ્રક પ્રા કર્યો હતો જેઓ ગણદેવીના દેસાડના વતની છે, જેમણે પણ ગણદેવી તાલુકા નું નામ રોશન કર્યું છે.