Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

લિંગા આશ્રમ શાળામાં મહિલા સુરક્ષા સેમિનાર સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

લિંગા આશ્રમ શાળામાં મહિલા સુરક્ષા સેમિનાર સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૯ ઃ  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લિંગા ગામની આશ્રમ શાળામાં ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ઍક વિશેષ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શાળાના પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન પટેલ અને સ્વામીજીની પ્રેરણા તથા મંજૂરીથી ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ ઍક દિવસીય સેમિનાર યોજીને ગ્રામજનો અને વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં શી ટીમ, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમોઍ સંયુક્ત રીતે હાજરી આપી હતી. મહિલા પોલીસ સ્ટેશનના ખ્લ્ત્ સંગીતાબેને પોલીસ સ્ટેશનની કામગીરી, અરજી અને જ્ત્ય્ કરવાની પ્રક્રિયા વિશે સમજ આપી હતી. સાથે જ નશાખોરી સામેના કાયદાઓ વિશે પણ ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.ચાઇલ્ડ હેલ્પલાઇનના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર પાયલબેન અને ટીમ મેમ્બર અરુણભાઈઍ ૧૦૯૮ હેલ્પલાઇનની ઉપયોગીતા વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને બાળ લગ્ન અટકાવવા અંગે જાગૃતિ,પાલક માતા-પિતા યોજના જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓ,બાળકોના અધિકારો અને સુરક્ષા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. મહિલા સુરક્ષા માટે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર નેહા મકવાણા અને ઞ્ય્ઝ઼ પ્રીતિબેન પઢેરે ૨૪ કલાક કાર્યરત આ સેવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શારીરિક, માનસિક કે જાતીય સતામણી, લગ્નજીવનના વિખવાદો અથવા કાર્યસ્થળે થતી હેરાનગતિના સમયે મહિલાઓ નિઃસંકોચ આ સેવાની મદદ લઈ શકે છે. આ પ્રસંગે હાજર મહિલાઓને ૧૮૧ ઍપ ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગામના અગ્રણી ચેતનભાઈ, ગૃહપતિ મેહુલભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા, સમાજમાં કાયદાકીય જાગૃતિ લાવવાના ઉમદા પ્રયાસ તરીકે પંકાયા છે.