Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચીખલીમાં કોળી સમાજ મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ચીખલીમાં કોળી સમાજ મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકા કોળી પટેલ મંડળ આયોજિત નવસારી, વલસાડ જિલ્લા તથા દમણ વિસ્તારના કોળી સમાજ મંડળના હોદ્દેદારોનો સ્નેહમિલન સમારંભ રવિવારના રોજ કોળી પટેલ સમાજ હોલમાં યોજવામાં આવ્યો હતો આ સમારંભના અધ્યક્ષ સ્થાને ઉમરગામ કોળી સમાજના પ્રમુખ મણીભાઈ પ્રેમાભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા મુખ્ય મહેમાન પદે દીવ દમણ વિસ્તારના સાંસદ ઉમેશભાઈ બી. પટેલ તથા ધક્વાડાના વતની કરસનભાઈ બી. પટેલ હાજર રહ્ના હતા તેમજ સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો ઉમરગામ દમણ થઈ લઈને મરોલી બારડોલી સુધી બાર જેટલા સમાજ મંડળના પ્રમુખઓની હાજરીમાં સમાજની ઍકતા જોવા મળી હતી. અતિથિ વિશેષ તરીકે વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ હાજર રહ્ના હતા. સમારંભનું આયોજન ચીખલી તાલુકા કોળી પટેલ સમાજના હાલના પ્રમુખ સમીરભાઈ ઝેડ. પટેલ તથા સમારંભના કન્વીનર  રવજીભાઈ ભવનભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવીના કોળી પટેલ અગ્રણી ગોવિંદભાઈ પટેલ તથા અખિલ ભારતીય કોળી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ ઍન. પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા.

કાર્યક્રમનું સંચાલન સમાજ મંડળના કારોબારી સભ્ય  ઇશ્વરભાઇ સી. પટેલ તથા બીજુ લાલ પટેલ દ્વારા સુચારુ ઢબે કરવામાં આવ્યું હતું. 

અંતે આભાર વિધિ સમાજ મંડળના વડીલ કારોબારી સભ્ય ખાપાભાઈ પટેલ દ્વારા  કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ સમીરભાઈ પટેલ, ઓડિટર રવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સહમંત્રી દિનેશભાઈ ઍલ. પટેલ તથા મંડળના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળ તથા સર્વે કારોબારી સભ્યોઍ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.