Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી કન્યા વિદ્યામંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

વાપી કન્યા વિદ્યામંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ  કન્યા વિદ્યામંદિર વાપી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજ સેવક તેમજ યોગ શિક્ષિકા શિતલબેન ત્રિગોત્રા હસ્તે ધ્વજ વંદન કરાયું અને ગામનું નામ ગૌરવાન્વિત કરવા બદલ શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા,

શીતલબેન ત્રિગોત્રા મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડના સંગઠન મંત્રી,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાપી તાલુકો યોગ કોચ,જિલ્લા કાનૂની સેવા સમિતિ વલસાડના પેરા લીગલ વોલેન્ટિયર તરીકે સેવા આપી રહ્ના છે,જેઓ વિવિધ સંસ્થા સાથે જોડાઈ સમાજ સેવા,રાષ્ટ્રીય સેવા તેમજ જરૂરિયાતમંદો ને કાનૂની સેવા સાથે કાનૂની જાગૃતિના કાર્યમાં મોખરે રહ્ના છે, કન્યા વિદ્યામંદિર વાપી શાળા પરિવાર દ્વારા શાળા અને સમાજને ગૌરવ અપાવવા બદલ શીતલબેન હસ્તે ધ્વજવંદન કરાવી  અને  પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.