Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ કોમર્સ કોલેજમાં વન ડે કેમ્પ યોજાયો

વલસાડ કોમર્સ કોલેજમાં વન ડે કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ વલસાડ ખાતે ચાલતા ફલ્લ્ યુનિટના ઉપક્રમે પારનેરા ગામના પર્વત ઉપર આવેલ ચામુંડા માતાજીનું વિશાળ મંદિર પરિસર તથા ઐતિહાસિક સ્થળ છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો બંને સ્થળોને આવરી લઈ ફલ્લ્ બ્ફચ્ ઝ઼ખ્ળ્ ઘ્ખ્પ્ભ્નું આયોજન તા. ૨૩-૧-૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૫૫ જેટલા ફલ્લ્ ગ્બ્ળ્લ્ અને ઞ્ત્ય્ન્લ્ સ્વયંસેવકોઍ રજીસ્ટ્રેશન કરી ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પારનેરા ડુંગરની તળેટીમાં આવેલ ગ્રામ પંચાયત પારનેરાની ઓફિસમાં પંચાયતના કર્મચારીઓ તથા ચૂંટાયેલા સભ્યો જેવા કે રિતેશકુમાર ગોહિલ, ઉપાસના માલી, બીનાબેન પટેલ, પુષ્પા સાગડિયા વગેરે પદાધિકારીઓની મુલાકાત લઇ ત્યાં હાથ ધરવામાં આવેલ જુદા જુદા પ્રોજેક્ટ તથા સ્વચ્છતા અભિયાન વિષય ઉપર પંચાયતના પદાધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. સિનિયર તલાટી કમ મંત્રી પાનેરા ગામ પંચાયત  હિતેશકુમાર જે ગોહિલભાઈઍ  ઍનઍસઍસ સ્વયંસેવકોને સંબોધન કરી ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા બદલ તથા પારનેરા ગામમાં આવેલ ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળે ઝ઼ખ્ળ્ ઘ્ખ્પ્ભ્નું આયોજન કરી દેશવ્યાપી અભિયાનમાં સહયોગ કરવા બદલ શુભકામના પાઠવી હતી. ઍનઍસઍસ સ્વયંસેવકો દ્વારા પારનેરા ડુંગર ઉપર શરૂઆતથી જ પગથિયા ઉપર તેમજ મંદિર પરિસર અને ઐતિહાસિક કિલ્લાની આસપાસ સફાઈ અભ્યાનને પ્રવૃત્તિ કરી હતી. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગ બોટલ તથા પેપર અને અન્ય કચરો ડિસ્પોઝિબલ બેગમાં ઍકત્રિત કરીને અતુલ ફાઉન્ડેશન દ્વારા આ કચરાનું વર્ગીકરણ કરી આગળની પ્રક્રિયા કરવા માટે તેમના કર્મચારીઓ સાથે મળીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંભૂ મહાદેવના મંદિરની પણ મુલાકાત લેવામાં આવેલ હતી ત્યાંના પૂજારીને મળીને વિદ્યાર્થીઓઍ મંદિર પરિસર વિશે વિગતવાર માહિતી મેળવી ધન્યતાની લાગણી અનુભવી હતી. સમગ્ર સફળ સંચાલન ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો.ઍમ.જી. પટેલ સર, ડૉ.પારસભાઈ શેઠ, ડૉ.નીલમબેન ઇટાળીયા, ડૉ.સપનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. 

તમામ સભ્યો વલસાડ કોમર્સ કોલેજથી ટેમ્પોમાં પારનેરા ડુંગર માં પહોંચી ત્યાં સ્વચ્છતા અભિયાનના હેતુને સાર્થક કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્વરુચિ ભોજનનો આનંદ લીધો હતો અને સાંજે કોલેજ પરત ફર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ઇન્ચાર્જ આચાર્ય વિજયકુમાર આર.ચાંપાનેરી દ્વારા કરવામાં આવ્યું હતું.