ચંડોરની વિજ્ઞાન્સ ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વિજ્ઞાન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, ચડોર, નામધા ખાતે ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિભાવ સાથે ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ સાથે કરવામાં આવી હતી, જે મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા ઍકતા કમિટીના સભ્ય મનોજભાઈ ભંડારી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના, ટ્રસ્ટી શ્યામ મિશ્રા, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. બધા ધોરણોના વિદ્યાર્થીઓ શાળાના પ્રાંગણમાં શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને ઊભા રહ્ના હતા. રાષ્ટ્રગાન ગૌરવ અને આદરભાવ સાથે ગવાયું, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઍકતાના ભાવથી ઓતપ્રોત બની ગયું હતું. ધ્વજારોહણ બાદવિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરાયા હતા, જે દ્વારા દેશ અને સંવિધાન રચનામાં યોગદાન આપનાર મહાન નેતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાનાં બાળકો શિસ્ત અને જવાબદારીનું સુંદર ઉદાહરણ રજૂ કરતા જોવા મળ્યા. મુખ્ય મહેમાન મનોજભાઈ ભંડારીઍ પોતાના સંબોધનમાં પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવી બાળકોને સારા નાગરિક બની દેશની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે શાળાની પ્રશંસા કરતા જણાવ્યું કે અહીં બાળકોમાં સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમનું સંવર્ધન કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનમનોજ ભાઈ ભંડારી તેમજ અન્ય અતિથિ અને શાળાના ટ્રસ્ટી શ્યામ મિશ્રા તેમજ આચાર્ય શંકર મિશ્રાના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.
