Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં અસ્મિતા વેઈટ લીફટીંગ લીગ-૨૦૨૫ યોજાઈ

વલસાડમાં અસ્મિતા વેઈટ લીફટીંગ લીગ-૨૦૨૫ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઈટલીફટીંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ ઍસોસીઍશન ના સંયુક્ત ઉપક્રમે બહેનોને રમત ગમત માં પ્રોત્સાહિત કરવામાટે અસ્મિતા વેઈટલીફટીંગ લીગ ૨૦૨૫ વલસાડ, શાહ ઍન ઍચ. કોમર્સ કોલેજ, વલસાડ માં યોજાઈ હતી. જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભ ના પ્રમુખ તરીકે શાહ ઍન ઍચ. કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. વિજય ચાંપાનેરી, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ ઍસો. ના મંત્રી ડૉ. મયુર પટેલ, સહ મંત્રી અમિતસિંહ રાઠોર, વલસાડ વેઇટ લીફટીંગના હૂફરીઝ ચિનોઇ, ડૉ. ભાવિન પટેલ ઉપસ્થિત રહ્ના હતા અને ખેલાડીઓને આશીર્વચનો આપ્યા હતા. આચાર્ય ડૉ. વિજય ચાંપાનેરીઍ રીબીન કાપી સ્પર્ધા ની શરૂઆત કરી હતી, સ્પર્ધામાં યુથ, જુનિયર, સિનિયર વિભાગ મળી ૫૯ સ્પર્ધક બહેનોઍ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ. મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્પર્ધામાં ઓફીશીયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ ઍસોસીઍશનની ટીમે ફરજ બજાવી હતી. સ્પર્ધાને અંતે તમામ ખેલાડી બહેનોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને મેડલ સાથે મહેમાનો દ્વારા પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.