Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધનોરીમાં ધનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ યોજાયો

ધનોરીમાં ધનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ તાલુકાના ધનોરી ગામે આવેલા શ્રી ધનેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરતાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ૧૭ ભૂદેવો   વૈદિક મંત્ર ઉચ્ચાર કરી સંપન્ન કર્યો હતો. મહાપ્રસાદનો ૧૭૦૦ થી વધુ ભક્તોઍ લાભ લીધો હતો.

વલસાડ તાલુકાના ધનોરી ગામે આવેલા શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર નો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષ્ણુ યજ્ઞ સવારે ૯ કલાકે શરૂ થયો જેમાં ૧૭ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર  કરવામાં આવ્યા હતા. યજ્ઞ સ્વ. સોમાભાઈ રવજીભાઈ પટેલ તથા સ્વ. માતૃ મંછાબા તથા સ્વ. ભગીની ઉષાબેનની પુણ્યસ્મૃતિમાં તેમના પરિવારજનો ના યજમાનપદ હેઠળ આયોજીત કરવામાં આવેલ છે. વિષ્ણુ  યજ્ઞમાં  મુખ્ય યજમાન વિનોદભાઇ સોમાભાઈ પટેલ (ન્.ત્.ઘ્. ) પ્રવિણાબેન વિનોદભાઇ પટેલ,  ડૉ. મિતાલી વિનોદભાઇ પટેલ ચ્શ્વ.જયકુમાર વિનોદભાઇ પટેલ, ય્ષ્ટત્ર્.નિલમ જયકુમાર પટેલના યજમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે લીમકા બુક ઓફ રેકોર્ડ કરનાર જાણીતા કથાકાર  પૂ.શ્રી બટુકભાય વ્યાસે આશીર્વચન  આપ્યા હતા. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવતા ૧૭૦૦ થી વધુ ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી ધનેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય પાટોત્સવને સફળ બનાવવા માટે ગ્રામજનો ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.