વલસાડ કુસુમ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ તા. ૨૬મી જાન્યુઆરીને સવારે ૦૯ કલાકે કુસુમ વિદ્યાલય, તિથલ રોડ, વલસાડમાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ બંકિમભાઈ અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ - ૨૫ ના બોર્ડના ટોપર્સ વિદ્યાર્થીઓ દ્વારા ધો. ૧૦ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓઍ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશને ખાતર પોતાનું જીવન અને પ્રાણ અર્પી દેનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ બંકિમભાઈ, મેનેજીંગ ટ્રસ્ટી અર્ચનાબેન, નિયોજકશ્રી વિવેકભાઈ, પધારેલા મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીઍ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
