પારડી મેડિકલ હોલમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,કિલ્લા પારડી સંચાલિત મેડિકલ હોમ ખાતે ૭૭ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જાણીતા ફિલ્મ અને ટેલિવિઝન આર્ટિસ્ટ તથા સંસ્થાના ગર્વનિંગ કમિટી મેમ્બર પ્રીતેશ ભરુચા, મેડિકલ હોમ ખાતે નિવાસ કરી રહેલા વડીલ વિદ્યાબેન દેસાઈ, તેમજ લાયન્સ ક્લબ પારડી પર્લના પ્રેસિડેન્ટ ડો.કેવિન મોદીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે સંસ્થાના ચેરમેન ડો. પ્રફુલ મહેતા, વા.ચેરમેન શરદ દેસાઈ, ટ્રસ્ટી ડો.પ્રતાપ થોસર, નીતિનભાઈ દેસાઈ, ડો.નીલમબેન મહેતા, કમિટી મેમ્બર પ્રેમલસિંહ ચૌહાણ, ઉપરાંત ડો. નીતિન પટેલ, ડો. જગત દેસાઈ, લા.ભરતભાઇ ડી. દેસાઈ, લા. કેજર મુસાની, લા.બળવંત પટેલ, મેડિકલ હોમ ખાતે નિવાસ કરતા વડીલો તેમજ મેડિકલ હોમમાં કાર્યરત સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતો. ચેરમેન ડો. પ્રફુલ મેહતાઍ સૌ મહેમાનોને આવકાર્યા હતાં. મુખ્ય અતિથિ પ્રીતેશ ભરુચા તેમજ ડો. કેવિન મોદીઍ અને વિદ્યાબેન દેસાઈઍ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો. થોસરઍ સૌને આશિર્વચન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લા. પ્રમલસિંહ ચૌહાણે કર્યું હતું.
