Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં કમિશ્નર દ્વારા મનપા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વાપીમાં કમિશ્નર દ્વારા મનપા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૯ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાપી કુમારશાળાના મેદાન ખાતે દેશભક્તિના માહોલ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરી (આઇઍઍસ)ઍ ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. 

ધ્વજવંદન બાદ વાપી મનપાના કમિશનરઍ પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યુકે ભારત દેશને આઝાદી ૧૯૪૭માં મળી પરતું ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં ભારત દેશનું સંવિધાન અમલમાં આવ્યું અને પ્રજાને મૂળભૂત અધિકારો પ્રા થયા. જેમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્ર્તાનોનો અધિકાર મળ્યો. સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ ન્યાય સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વના મૂલ્યો ઉપર આધારિતનો જીવંત દસ્તાવેજ છે જે દરેક ભારતીય નાગરિકને ગૌરવ અને અધિકાર આપે છે 

ઍવું જણાવી તેઓઍ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્રસેનાની તથા આઝાદીની ચળવળના યોદ્ધાઓને યાદ કરી તેઓના બલિદાનના કારણે આજે આપણે આઝાદીથી ફરી શકતા હોવાનું જણાવ્યુ હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત વાપી શહેરની વિવિધ શાળાઓ અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત વાપી મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ મિત્રોને રૂ. ૧૦,૦૦૦/- ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં વાપી મનપાના નાયબ કમિશ્નર આસ્થા સોલંકી, અશ્વિન પાઠક, તમામ શાખા અધ્યક્ષો, તમામ સ્ટાફ, વાપી ટાઉન પીઆઇ, પોલીસ મિત્રો, વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષ દેસાઇ, વાપી નગરપાલિકાના માજી સભ્યઓ, નગરજનો તથા શાળાના બાળકો મળી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા.