Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનીવહીયાળ હાઈસ્કુલ, વલસાડ જીલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા બની

નાનીવહીયાળ હાઈસ્કુલ, વલસાડ જીલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા બની


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૯ ઃ ગુજરાત રાજય શિક્ષણ વિભાગ શિક્ષણ  નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્રારા દર વર્ષે દરેક જિલ્લા મા ગ્રામ્ય અને શહેરી ઍમ બે  શ્રેષ્ઠ શાળાને  રુ.૧૦૦૦૦૦ રુ ઍક લાખ ની રકમ અને સન્માનપત્ર આપી સન્માનિત કરે છે જેમા વલસાડ જિલ્લા મા ગ્રામ્ય કક્ષાઍ વર્ષ ૨૦૨૫/૨૬ મા વોક ટુ ગેધર્સ ઉમેદભાઈ  દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ તા.ધરમપુરે નામાંકન કર્યુ હતું.

વલસાડ જિ.પંચાયત સભ્ય અને શાળાના આચાર્ય શૈલેશકુમાર રઘુભાઈ પટેલે દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત અને દાતાઓ અનેરી જ્યોતિ ટ્રસ્ટ મુંબઈ. વોક ટુ ગેધર્સ ફાઉન્ડેશન મુંબઈ. સાંસદ સભ્યો, ધવલભાઈ પટેલ ડો. કે સી પટેલ, ભરતસિંહ પરમાર, મધુસુદન મિસ્ત્રી ધારાસભ્યો અરવિંદભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી, વાલી મંડળ દિલીપભાઈ પટેલ, શ્રીમદ રાજચંદ્ મિશન ધરમપુર સાકાર જીવન વિકાસ  ટ્રસ્ટ મુંબઈ, શાળા પરીવારના સહયોગથી શાળાને અધતન સુવિધાઓ શાળાનુ અધતન મકાન. સીસીટીવી કેમેરા, સ્માર્ટ ક્લાસ, ફાયર હાઈડ્રંટ, સોલાર રુફટોપ, આર ઓ પ્લાન્ટ, જળ સંચયન માટે ભુગર્ભ ટાકો, પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, વિદ્યાર્થીઓ ને મફત નોટબુક વિતરણ, લાયબ્રેરી, ચિત્રકલા ખંડ, પ્રાર્થના ખંડ,સાંસ્કૃતિક સ્ટેજ,ગર્લ્સ રુમ.કુમાર કન્યા માટે પુરતા ટોયલેટ બ્લોક. વિશાળ રમતગમત નુ મેદાન, હેન્ડ વોસ માટે ની સુવિધાઓ. વિકલાંગ માટે રેમ્પ અને ટોયલેટ બાથરૂમ, .સુંદર બાગબગીચો ઔષધીય બગીચો,કિચન ગાર્ડન,દરેક ક્લાસ મા સ્પીકર, પોર્ટેબલ સ્પીકર, વિશાળ વૃક્ષો, બાકડા, ઇન સ્કુલ પ્રોગ્રામહેઠળ ટ્રેનરની સુવિધાઓ થી શાળાને  સજ્જ કરી છે દરેક વિષય ના  ઍમફીલ,પીઍચ ડી કુશળ શિક્ષકો દ્રારા વિધાર્થીઓ ને સર્વાગીણ શિક્ષણ આપવામા આવે છે , ખેલ મહાકુંભ, ઍસ જી ઍફ આઈ,ભારત સરકાર  મેરા યુવા ભારત. ઍથ્લેટિક્સ સ્પર્ધાઓમા તાલુકા,મા પ્રથમ અને જિલ્લા અને રાજ્ય કક્ષાઍ પણ અવ્વલ નંબરે રહી છે. ઍ બાબત ને ધ્યાને લઈ વલસાડ જિલ્લાની શ્રેષ્ઠ શાળા પસંદગી સમિતિ દ્રારા ૧-શાળાનુ ભાવાવરણ. ૨-અસરકારક વર્ગ કાર્ય. ૩-સહ અભ્યાસીક પ્રવૃતિઓ અને પરીણામલક્ષી લોકભાગીદારી. ૪-શાળાની  પ્રેરક વિશેષતાઓ ૫ -  પ્રકિર્ણ  વિધાર્થીઓ ની હાજરી. પરીણામ. સરકાર ની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ, નમો લક્ષ્મી, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના યોજના ઍન ઍમ ઍમ ઍસ નુ અમલીકરણ અને ગુણોત્સવ ના આધારે  મુલ્યાકન થયુ હતુ.ં જેમા  વોક ટુ ગેધર્સ  હાઈસ્કૂલ  નાનીવહીયાળ. તા.ધરમપુર વલસાડ જિલ્લામા પ્રથમ ક્રમ ની શ્રેષ્ઠ  શાળા વિજેતા જાહેર થઈ છે.

શાળાના આચાર્ય અને જિ.પંચાયત સભ્ય  શૈલેશકુમાર રઘુભાઈ પટેલ ને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા ઉમરગામ નગર પાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વલસાડ જિલ્લા કક્ષાનો ૭૭ મો  -જાસત્તાક  પર્વ  યોજાયો હતો  તેમા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ. ખાદી કુટીર ગ્રામોઉધોગ વિભાગના  કેબિનેટ મંત્રી વલસાડ જિ. પ્રભારી મંત્રી  નરેશભાઈ પટેલ ના  હસ્તે સન્માનપત્ર  અને રુ.૧૦૦૦૦૦ રુપિયા ઍક લાખ નુ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામા આવ્યા. 

માનનીય મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઇ પટેલ, ધારાસભ્યો  અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી.ભરતભાઈ પટેલ , રમણલાલ પાટકરપ્ર વલસાડ જિલ્લા  શિક્ષણાધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ જિ. પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી બી વસાવા દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના પ્રમુખ નિષિથભાઈ  દેસાઈ, મંત્રી દત્તેશભાઇ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે ગામ જનો  આચાર્ય જિ.પંચાયત સભ્યને  અને શાળા પરીવારને અભિનંદન પાઠવે છે.