Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં ઉદ્યોગોનો વિકાસ થયો પરંતુ આરોગ્ય તંત્ર રામભરોશે

ઉમરગામમાં ઉદ્યોગોનો વિકાસ થયો પરંતુ આરોગ્ય તંત્ર રામભરોશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૯ ઃ વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો વિકાસની હરણફાળ ભરી રહ્ના હોવાનું કહેવાય છે. પરંતુ વાસ્તવિકતા ઍ છે કે આ વિકાસ માત્ર ઉદ્યોગો સુધી સિમિત રહી ગયો છે. બે મોટા ઔદ્યોગિક વિસ્તારો બે હજારથી વધુ ઔદ્યોગિક ઍકમો અને બાવન ગામો ધરાવતા ઉમરગામ તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે પણ ડોક્ટરોના અભાવે સંકટમાં મુકાયું છે.

ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રિટેન્ડન્ટ, સર્જન, બાળરોગ નિષ્ણાંત, હાડકાંના ડોક્ટર તેમજ દાંતના ડોક્ટર જેવી તમામ મહત્વની પોસ્ટો ખાલી પડી છે. હાલ માત્ર અગિયાર માસના કરાર આધારિત બે મેડિકલ ઓફિસર દિવસ-રાત ફરજ બજાવી રહ્ના છે, જે આટલી મોટી વસતિ માટે પૂરતા નથી.

ઇમરજન્સી સમયે દર્દીઓને વાપી કે વલસાડ રિફર કરવાની ફરજ પડે છે, જ્યારે પ્રસૂતિ માટે મહિલાઓને ભીલાડ અથવા વલસાડ મોકલવી પડે છે. રોજિંદા ચારસો કરતાં વધુ બ્ભ્ઝ઼ નોંધાતી હોવા છતાં દર્દીઓને માત્ર ઔપચારિક સારવાર અને દવા આપીને સંતોષ માનવો પડે છે.

આ પરિસ્થિતિઍ સ્પષ્ટ કરી દીધું છે કે વિકાસ તો થયો છે, પરંતુ તે ઉદ્યોગો માટે લીલી જાજમ પાથરવામાં સીમિત રહ્ના છે. જંગલની જમીનો ફાળવવા નેતાઓ દોડતા આવે છે, પરંતુ આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે કોઈ આગળ આવતું નથી. કારણ કે અહીં ‘મલાઈ’ ક્યાં મળવાની છે, ઍ કડવું સત્ય હવે જનતા સારી રીતે સમજી ચૂકી છે.

ઉમરગામના નાગરિકો અને ગ્રામજનો માંગ કરી રહ્ના છે કે તાત્કાલિક તમામ ખાલી ડોક્ટર પોસ્ટો ભરવામાં આવે અને તાલુકાના આરોગ્ય તંત્રને મજબૂત બનાવવામાં આવે, જેથી સાચા અર્થમાં સર્વાંગી વિકાસ સાકાર થઈ શકે.