Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કલગામ મારુતિ નંદનના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

કલગામ મારુતિ નંદનના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૯ ઃ ઉમરગામ તાલુકામાં સતત વિકાસ કામોને વેગ આપવા પ્રયત્નશીલ રહે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા કરમઠ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે આજે કોસ્ટલ હાઈવે સ્થિત મારુતિનંદન વન પાસે મુખ્ય માર્ગનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. મારુતિનંદન વનથી પ્લેગ્રાઉન્ડ સુધી આશરે ૨ ત્ત્ૃ લંબાઇ ધરાવતા માર્ગનો રૂ.૩૫ લાખના ખર્ચે નવીનીકરણ કરાશે. ખાતમૂહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેશભાઈ વડવી, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, ઉમરગામ ઍપીઍમસી પ્રમુખ હર્ષદભાઈ, કલગામ સરપંચ રોહિતભાઈ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. પ્રાસંગિક ઉદ્દબોદનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકારે જણાવ્યું હતું કે આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાને લઈ મંજૂર થયેલા વિકાસકામો નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય અને લોકોને સુવિધા મળી રહે તે હેતુથી સમય અંતરે ખાતમૂહૂર્ત કરી કામગીરી શરૂ કરવા માં આવી રહી છે. કલગામ ખાતે મહત્વના માર્ગનું ખાતમુરત કરાયું હતું. ઉમરગામ તાલુકાના સર્વાંગી વિકાસના લક્ષને ધ્યાનમાં રાખી જરૂરિયાતના વિકાસકામોને પ્રાથમિકતા આપી તમામ વિભાગોમાં કામગીરી થઈ રહી છે.