Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

માંડાની કંપનીમાં કામદારોનું શોષણ અંગે કલેકટરને ફરિયાદ

માંડાની કંપનીમાં કામદારોનું શોષણ અંગે કલેકટરને ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૯ ઃ ઉમરગામ તાલુકાના માંડા ગામમાં આવેલી ખ્.ગ્. ય્ંશ્રશ્રજ્ઞ્િઁં પ્જ્ઞ્શ્રશ્રસ્ન્ ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ સામે કામદારોના શોષણના ગંભીર આરોપો સામે આવ્યા છે. કંપની દ્વારા સમયસર પગાર ન ચૂકવવો, મહીનાઓ સુધી પગાર અટકાવવો તેમજ ભ્જ્ અને ચ્લ્ત્ જેવી કાયદેસર સુવિધાઓ ન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે આમ આદમી પાર્ટી ઉમરગામ તાલુકાના પ્રમુખ મનીષભાઈ હળપતિઍ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ મુદ્દો મીડિયા અને લોકશાહી આંદોલન દ્વારા ઉઠાવવાની ચેતવણી આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે.