Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં ઉત્તર ભારતીય જન કલ્યાણ સમાજ દ્વારા સામાન્યસભા યોજાઈ

ઉમરગામમાં ઉત્તર ભારતીય જન કલ્યાણ સમાજ દ્વારા સામાન્યસભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૯ ઃ  ઉમરગામ શહેરમાં ઉત્તર ભારતીય જન કલ્યાણ સમાજ દ્વારા ઍક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ પરંપરાગત લિટ્ટી-ચોખા ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમુદાયના સભ્યોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સભામાં ઉત્તર ભારતીય જન કલ્યાણ સમાજ દ્વારા ભવિષ્યમાં યોજાનાર સામાજિક, સાંસ્કૃતિક તથા સેવાકીય કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજને વધુ સક્રિય અને સંગઠિત બનાવવા માટે સૌઍ ઍકતા અને સહકાર સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સમુદાયના અગ્રણી નેતાઓ ઍસ.ડી. સિંહ, સંજય ઝા, સુનિલ ત્રિપાઠી, રત્નેશ્વર ચૌરસિયા, નવીન સિંહ, ઓમપ્રકાશ સિંહ, ધર્મેન્દ્ર સિંહ અને પ્રશાંત ગુાઍ સમાજ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે સમાજના કલ્યાણ માટે તન, મન અને ધનથી સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.