સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં રોડ સેફટી અને ડ્રાઈવિંગ લાયસન્સ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૯ ઃ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સરીગામ દ્વારા રોડ સેફટી ઍન્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અવેરનેસ સેમિનાર અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિપ્લોમા, ડિગ્રી, અને પ્રોગ્રામના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ વ્યાવસાયિકોને ટ્રાફિકના નિયમો, સુરક્ષિત ડ્રાઇવિંગની આદતો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે શિક્ષિત કરવાનો હતો. રોડ સેફટી ઇટ્સ ઇન યોર હેન્ડ્સ (રોડ સેફટી તમારા હાથમાં છે) થીમ પર આધારિત આ કાર્યક્રમ દ્વારા દરેક માર્ગ વપરાશકર્તામાં વ્યક્તિગત જવાબદારીની ભાવના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં ય્વ્બ્ વલસાડના ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ઍ. પટેલ અને ઍ. ડી. પટેલ દ્વારા નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના સંબોધન દરમિયાન, દેવેન્દ્ર પટેલે હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવા જેવી મહત્વપૂર્ણ આદતો પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ભારત સરકારની ‘રાહ-વીર’ પહેલ વિશે માહિતી આપી હતી, જે અકસ્માત પછીના પ્રથમ કલાક ઍટલે કે ૅગોલ્ડન અવરૅ દરમિયાન જીવનરક્ષક સહાય પૂરી પાડનારા નાગરિકોનું સન્માન કરે છે. આ સત્રમાં અકસ્માતોની ગંભીર શારીરિક અને આર્થિક અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ‘સડક સુરક્ષા’ મિશનને સહિયારી જવાબદારી તરીકે સ્વીકારવા પ્રેરિત કરવામાં આવ્યા હતાં. ય્વ્બ્ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
સેમિનારની સાથે જ આયોજિત પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓઍ સર્જનાત્મક રીતે સુરક્ષાના ખ્યાલો રજૂ કર્યા હતાં. નિર્ણાયક ખ્યાતિ રોહિત અને રવિ પટેલ દ્વારા મૂલ્યાંકન કર્યા બાદ, પ્રજાપતિ અમનકુમાર, ખુશાલી મહેશભાઈ, આદિત્ય મૌર્ય, શ્રુતિ વિનોદ અને ધોડી રિત્વિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
