ઉમરગામ ઇન્ડ. ઍસો. દ્વારા શરૂ કરાયેલ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ વિસ્તારમાં સુવિધા ચંપન હોસ્પિટલની માંગ લાંબા સમયથી થઈ રહી છે. ૫૨ હેક્ટર વિસ્તારમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રયાસોથી અને દાતાઓના સહયોગથી આશરે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે સુવિધા સંપન્ન હોસ્પિટલ શરૂ કરવા પ્રયાસો થઈ રહ્ના છે અને તે દિશામાં નોંધપાત્ર કામગીરી થતી જોવા મળે છે. જે તે સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે હોસ્પિટલના મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરાઈ હતી. વર્તમાન સમયમાં હોસ્પિટલના મકાનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્નાં છે. આગામી સમયમાં ઉમરગામ વિસ્તારના લોકોને સુવિધા સંપન્ન હોસ્પિટલ માં નિષ્ણાતોની સેવાનો લાભ મળી રહે તે માટે વર્તમાન યુઆઈઍના હોદ્દેદારો કટિબદ્ધ જોવા મળી રહ્ના છે. અગ્રણી ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ બારીના પ્રયાસોથી જીઆઇડીસી પોલીસ આઉટ પોસ્ટના નિર્માણની કામગીરી શરૂ કરાઈ હતી. દાતાઓઍ પણ સેવા કાર્યમાં સહયોગ આપી સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કર્યું છે. હાલમાં જીઆઇડીસી પોલીસ આઉટ પોસ્ટના મકાનના નિર્માણની કામગીરી અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ કામગીરી પૂર્ણ તથા વિધિવત લોકાર્પણ કરાશે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં છેલ્લા બે વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી થઈ છે. આગામી માર્ચમાં યુઆઇઍની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન હોદ્દેદારોની કામગીરી જોતા સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારો ઉમરગામ જીઆઇડીસી ઍસ્ટેટ અને રહેઠાણ વિસ્તાર માં વિકાસ અવિરત પણે થાય તે માટે વર્તમાન યુઆઇઍ ટીમના સભ્યોને સમર્થન આપશે નિડ્ઢિત છે.
