Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરના ચોસપાડામાં ગેરકાયદે ખેર સાથે બે ઝડપાયા

ધરમપુરના ચોસપાડામાં ગેરકાયદે ખેર સાથે બે ઝડપાયા


ધરમપુર, તા.૨૮ ઃ વલસાડ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ હનમતમાળ રેન્જની વન ટીમે ધરમપુર તાલુકાના ચોસપાડા ગામ નજીક અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેર વૃક્ષ કપાત અને લાકડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે હન્મતમાળ રેંજના આરઍફઓ પ્રતિભાબેન પટેલેની સૂચના અનુસાર પેટ્રોલિંગ દરમિયાન વન કર્મચારીઓઍ પીકઅપ વાહન નંબર પ્ણ્-૧૬ ખ્ચ્-૦૦૭૧ માં ખેરના ગોળ છાલીયા ભરી બિનપરવાનગી પરિવહન કરતા ઈસમોને રોકી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન ખેરના ગોળ છાલીયા નંગ ૩૯ (અંદાજે ૧.૧૦૨ ઘનમીટર) મળી આવ્યા હતાં. વાહન સહિત કુલ અંદાજે રૂ. ૨.૮૯ લાખ જેટલો મુદ્દામાલ જ કરવામાં આવ્યો છે. આ કેસમાં નીચે મુજબના બે આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા છે. જાનુભાઈ ફેલિયાભાઈ મોહનકર, રહે. રાનવેરી, મુકેશભાઈ સોમલેભાઈ ઢાઢર, રહે. આવધા, જ્યારે નીચે મુજબના આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા છે. લાલુભાઈ દિલિપભાઈ રાવન, સુનિલભાઈ ગૌડા, ધર્મેશભાઈ શાંતુભાઈ, દેવાભાઈ કોળયા તથા કિશનભાઈ રમતુભાઈ ગદિયા ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

બનાવ અંગે વન ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગે અનામત જંગલોમાં ગેરકાયદેસર વૃક્ષ કપાત અને લાકડાની તસ્કરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની હનમતમાળ આરઍફઓ પ્રતિભાબેન પટેલે ખાતરી આપી છે.